લખનમાં વરસાદ દરમિયાન બાળકી સાથે ખરાબ સ્પર્શના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સગીર છે. તે કાનપુરમાં તેની માસીના ઘરે 5 દિવસ સુધી છુપાયો હતો. લખનઉના 5 IPS અને 52 પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેની શોધ કરવામાં આવી રહી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઘટના બાદ પોલીસ કાર્યવાહીની જાણ થતાં જ આરોપી કાનપુર ભાગી ગયો હતો. તે અહીંના મિત્રો પાસેથી સતત અપડેટ લેતો હતો. ધરપકડ બાદ પોલીસે આરોપીના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ તે સગીર હોવાથી કોર્ટે ના પાડી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઉંમર 17 વર્ષ છે. તે લખનઉના ઈન્દિરા નગરનો રહેવાસી છે. પિતા સુથારનું કામ કરે છે. તેણે હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે.