કોડીનાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સનું દુષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. યુવાધન નશો કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છતાં પોલીસ તેમની નિષ્ક્રીયતા જોવા મળી રહી છે. કાર્યવાહી થતી નથી.
કોડીનાર શહેરમાં ચર્ચાતી વિગત મુજબ અમુક ડ્રગ્સ માફિયાઓ દ્વારા મુંબઈમાંથી ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો છે. બાદમાં એક- એક ગ્રામની પડીકી તૈયાર કરી નશાખોરોને વેંચાણ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતી છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. એમ ડી ડ્રગ્સ પેડલરો અને કુરીયર બોય મુંબઈથી ખાનગી બસ અને ટ્રેન મારફત થલવાઈ રહ્યું છે.
થોડા દિવસ પહેલા જ એસઓજીની ટીમે એક યુવકને એમડી ડ્રગ્સ સાથે પકડી જેલ હવાલે કર્યો હોવા છતાં પોલીસે ગંભીરતા દાખવી નથી. જો આ જ સ્થિતી રહી તો કોડીનારમાં આગામી દિવસોમાં આસાનીથી ડ્રગ્સ મળી શકે તો નવાઈ નહી. ચોકાવનારી વિગત તો એ પણ કહી શકાય કે, ડ્રગ્સ માફિયાઓ મુંબઈથી એક ગ્રામ દીઠ 1000 થી 1200 રૂપિયામાં ચોખ્ખુ ડ્રગ્સ લાવી તેમાં અન્ય પાઉડરની મીલાવટ કરી વજન વધારી એક ગ્રામ 2000થી 2500 રૂપિયામાં વેંચી રહ્યાં છે.