વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો છે. ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયાની ટીમે સ્ટમ્પ સુધીમાં ત્રણ વિકેટે 327 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ 146 અને સ્ટીવ સ્મિથ 95 રને અણનમ છે. બન્નેએ ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી કરી છે.
હેડે કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. તે WTC ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટર બન્યો હતો. સ્ટીવ સ્મિથ 38મી ફિફ્ટી બનાવીને અણનમ છે. દિવસની શરૂઆતમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
વોર્નર અડધી સદી ચૂકી ગયો, ખ્વાજા ઝીરો પર આઉટ
ટડસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા ઉતરી હતી અને તેને શરૂઆતી ઝટકો લાગ્યો હતો. ટીમે 2 રનના સ્કોર પર ઉસ્માન ખ્વાજાની વિકેટ ગુમાવી દીધી હતી. ખ્વાજા અહીં ઝીરો પર આઉટ થયો હતો. ખ્વાજાના આઉટ થયા બાદ ડેવિડ વોર્નરે (43 રન) માર્નસ લાબુશેન (26 રન) સાથે અડધી સદીની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી હતી.