Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જાલોર બાડમેર કોઈપણ સમાજના શિક્ષિત લોકો પોતાની ઊર્જા અને સમયને સકારાત્મક દિશામાં લગાવે તો કમાલ કરી શકે છે. આવું જ કંઇક કરી રહ્યા છે વિશ્નોઈ સમાજના અધિકારીઓ. વરિષ્ઠ આરએએસ અને બાડમેર જિલ્લા પરિષદના સીઇઓ ઓમપ્રકાશ વિશ્નોઈના નેતૃત્વ હેઠળ એક અધિકારીઓનું સંગઠન બન્યું છે. જે સમાજના ગરીબ અને પ્રતિભાશાળી બાળકોને શિક્ષણની ઉત્તમ તકો આપી રહી છે અને સાથે બાળકો પણ પરિણામ આપી રહ્યા છે. માત્ર પાંચ વર્ષમાં આ કવાયત દ્વારા તેમણે સમાજના 32 બાળકોને સરકારી મેડિકલ કોલેજ અને 9 બાળકોને આઈઆઈટીમાં મોકલ્યા છે. હવે સંગઠનનું આગળનું પગલું યુપીએસસી અને આરપીએસસીની તૈયારી કરવાનું છે. તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બાળકોની ઓળખ અને પસંદગીની પ્રક્રિયા ખૂબ જ પારદર્શક રાખવામાં આવી છે. સમાજના જે જરૂરિયાતમંદ બાળકો આગળ વધવા માંગે છે, તેમની પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવે છે. આ માટેના પેપરો પણ જાણીતી કોચિંગ સંસ્થાઓમાંથી તૈયાર કરવામાં આવે છે. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ખાસ વાત એ છે કે ઇન્ટરવ્યૂ બિન-બિશ્નોઈ પેનલ દ્વારા લેવામાં આવે છે જેથી કરીને કોઈપણ પ્રકારનો પક્ષપાત ઉભો ના થાય. ઇન્ટરવ્યૂ પાસ કર્યા બાદ ઉમેદવારના ઘરની ચકાસણી કરાય છે, જમાં તપાસ કરાશે કે ખરેખર ઉમેદવાર જરૂરિયાતમંદ છે કે નહીં. ફાઉન્ડેશનના ચેરમેન ઓમપ્રકાશ વિશ્નોઈ કહે છે, “સમાજ પાસે ઘણા પૈસા છે. ટેલેન્ટેડ બાળકોને સિલેક્ટ કરો અને તેમને બેસ્ટ કોચિંગમાં મોકલો.