Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં લોકપાલના અધ્યક્ષ અને સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી IAS પંકજ કુમારને સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે ચેરપર્સન તરીકેની જવાબદારી SCના પૂર્વ ન્યાયાધીશને સોંપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એએમ ખાનવિલકરને મંગળવારે આગામી લોકપાલ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, જસ્ટિસ ખાનવિલકર નવા લોકપાલ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકર જુલાઈ 2022માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.

નવનિયુક્ત મુખ્ય સચિવ અને બિહારના પટનાના વતની પંકજ કુમાર 1986થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેઓએ આઈ.આઈ.ટી કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. ઉપરાંત ગુજરાતમાં પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને કોરોનાના કપરાકાળમાં પણ મહત્વની જવાબદારીઓ ઉપાડીને અનેક જનહિતલક્ષી કાર્યો કર્યા છે. આ અગાઉ તેઓ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ઉમદા સેવાઓ આપીને અનેક જનહિતલક્ષી સેવાઓ ઓનલાઈન કાર્યરત કરી છે અને હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી રહ્યા છે.