વાપી મહેન્દ્ર કોટક બેંકના મેનેજરના આપઘાતમાં પરિવારે મૃતકની પત્નીના લગ્નેત્તર સંબંધથી અંતિમ પગલું ભર્યું હોવાની રજૂઆત પોલીસ સમક્ષ કરી છે. જેમાં મહત્વના પુરાવા તરીકે મોત પૂર્વે વિડીયો બનાવી તેમાં પત્નીએ કરેલી બેવફાઇની વિગતો કહી છે.
વલસાડના જૂજવા ગામે કુબેર રેસિડન્સીમાં રહેતા મહેન્દ્ર કોટક બેંકના મેનેજર કંવલજિતસિંગે ગુરૂવારે બેડરૂમમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મેનેજરના આપઘાત પાછળ તેની પત્ની ભૂમિકા કારણભૂત હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પોલીસ સમક્ષ ભાઇ અમરજિતસિંગે પોલીસમાં આ અંગે નોંધાવેલી ફરિયાદમાં પણ પત્ની ભૂમિકાનું અબ્રામાના બિલ્ડર સાથે એફેર હોવાનું માનવું છે તેવું જણાવ્યું હતું. જોકે, પરિવાર પાસે મરનાર બેંક મેનેજર કંવલજિતસિંગે આપઘાત પહેલા બનાવેલા વીડિયોના પુરાવા હતા જે પોલીસને રજૂ કર્યા છે. જેમાં એક ઓડિયો ક્લિપ પણ રજૂ કરી છે.
આ વીડિયોમાં મેનેજર કંવલજિત કહેવા મુજબ પત્નીને ભગવાનની જેમ પૂજા કરી છતાં તેણે સનિલ શર્મા સાથે છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા સંબંધો છે જેના પુરાવા તેના પાસે છે. તેના કારણે તેને અને 2 બાળકોને છોડી જતી રહેવા બદલ ખુબ ઉંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું. નાના બાળકો માટે ફરી ઘરે આવવા સમજાવવા છતાં તેણીએ ઇન્કાર કરી તારી સાથે સંબંધ રાખવા નથી, જઇને મરી જા એવું કહ્યું હતું. તેમ છતાં તેણે પત્નીની નફરત કરી નહિ.