દેશમાં એપ્રિલ દરમિયાન રિટેલ ફુગાવો આંશિક ઘટીને 4.83% નોંધાયો છે, જે માર્ચ દરમિયાન 4.85% રહ્યો હતો. જો કે ખાદ્ય ફુગાવો વધીને 8.70% નોંધાયો છે જે ગત મહિના દરમિયાન 8.52% રહ્યો હતો. આંકડા મંત્રાલય અનુસાર શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો 1.03% વધ્યો હતો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 0.59% વધ્યો હતો. જે સાથે કુલ ફુગાવામાં 0.74%નો વધારો થયો છે.
આંકડા મંત્રાલય અનુસાર એકંદરે ફુગાવામાં ઘટાડો થયો છે પરંતુ ખાદ્ય ફુગાવામાં એપ્રિલ દરમિયાન વધારો જોવા મળ્યો છે. એપ્રિલ દરમિયાન CPI આધારિત ફુગાવો 4.83% હતો જ્યારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આ ફુગાવો અનુક્રમે 5.43% અને 4.11% રહ્યો હતો.
ઈંધણ અને વીજનો મોંઘવારી દર ઘટી એપ્રિલમાં 4.24 ટકા નોંધાતા રિટેલ ફુગાવો સતત આઠમા મહિને આરબીઆઈની 2-6 ટકાની મર્યાદા હેઠળ નોંધાયો છે. એપ્રિલમાં ખાદ્ય ચીજોનો ફુગાવો વધી 8.70 ટકા થયો છે. જે માર્ચમાં 8.52 ટકા હતો. ફળોની કિંમતો માર્ચમાં 3.07 ટકા સામે વધી એપ્રિલમાં 5.22 ટકા થઈ છે.