સેંકડો ધિરાણકર્તાઓ અને ઘર ખરીદનારાઓ માટેના ઐતિહાસિક નિર્ણયમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ ભારતના પ્રથમ ખાનગી હિલ સ્ટેશન લવાસાને ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (DPIL)ને વેચવાની મંજૂરી આપી છે. ડાર્વિન દ્વારા રજૂ કરાયેલ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતો NCLTનો આદેશ ધિરાણકર્તાઓએ તેની તરફેણમાં મત આપ્યા બાદ આવ્યો હતો.
8 વર્ષમાં 1,814 કરોડની ચુકવણી કરવી પડશે
કંપનીએ ધિરાણકર્તાઓ અને ઓપરેશનલ ક્રેડિટર્સ સહિત કુલ રૂ. 6,642 કરોડનો દાવો સ્વીકાર્યો છે. જેમાં આઠ વર્ષમાં 1,814 કરોડ રૂપિયા ચૂકવવાની વાત કરવામાં આવી છે. સુધારેલા રિઝોલ્યુશન પ્લાનમાં ધિરાણકર્તાઓ માટે રૂ. 929 કરોડ અને ઘર ખરીદનારાઓને સંપૂર્ણ રીતે તૈયાર ઘરો આપવા માટે રૂ. 438 કરોડનો ખર્ચ કરવાનો સમાવેશ થાય છે. એવા 837 ઘર ખરીદનારા છે જેમના દાવા સ્વીકારવામાં આવ્યા છે, આ ખરીદદારો દ્વારા કુલ રૂ. 409 કરોડનો દાવો કરવામાં આવ્યો હતો.