Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વન-ડે સિરીઝની અંતિમ અને ત્રીજી મેચમાં જોફ્રા આર્ચરની ઘાતક બોલિંગની મદદથી ઈંગ્લેન્ડ જીતવામાં સફળ રહ્યું હતું. આ વન-ડે મેચમાં જોફ્રા આર્ચરે શાનદાર બોલિંગ કરી અને 9.1 ઓવરમાં 40 રન આપીને 6 વિકેટ લીધી હતી. આર્ચરની ખતરનાક બોલિંગના કારણે જ ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 347 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 287 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વન-ડેમાં આ આર્ચરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આર્ચરના કમબેક પછી દુનિયાભરના બેટર્સમાં હલચલ મચી ગઈ છે. આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો છે અને આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ બોલર માટે ફોર્મમાં આવવું અન્ય ટીમો માટે પડકારજનક રહેશે.


વસીમ અકરમનો રેકોર્ડ તૂટ્યો
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમાં 6 વિકેટ લઈને જોફ્રા આર્ચરે 30 વર્ષ જૂનો વસીમ અકરમનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આર્ચર દક્ષિણ આફ્રિકાની ધરતી પર દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ કરનાર બોલર બની ગયો છે. પહેલા આ રેકોર્ડ વસીમ અકરમના નામે હતો. અકરમે 1993માં દક્ષિણ આફ્રિકામાં વન-ડે રમતા 16 રન આપીને 5 વિકેટ લીધી હતી. ભારતના ચહલે દક્ષિણ આફ્રિકાની ધરતી પર વન-ડેમાં 22 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ સિવાય જેમ્સ એન્ડરસન પણ આ યાદીમાં સામેલ છે. 2009માં એન્ડરસને દક્ષિણ આફ્રિકાની ધરતી પર 23 રનમાં 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું.