રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ થઇ ચૂક્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેન્સકીએ એક વર્ષથી સૈનિક યુનિફોર્મ પહેરવા ઉપરાંત તેઓ બંકરમાં જ રહે છે. તેમના બંકરની તસવીર પહેલીવાર સામે આવી છે. જેલેન્સ્કી જે વૉરરૂમમાં યુદ્ધની રણનીતિ બનાવે છે, વિન્સ્ટન ચર્ચિલની મૂર્તિ તેનો અભિન્ન હિસ્સો છે. ચર્ચિલ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન હતા. તાજેતરમાં જેલેન્સ્કીએ મીડિયોને બંકર બતાવ્યું હતું. તેનાથી યુદ્ધ દરમિયાન તેમના બદલાયેલા જીવનની ઝલક સામે આવી.
બંકરના સ્ટડી રૂમમાં તેમના ઓફિસના ટેબલ પર ચર્ચિલની મૂર્તિ છે. જેલેન્સ્કી પહેલાં પણ કહી ચૂક્યા છે કે તેઓ ચર્ચિલથી પ્રભાવિત રહ્યા છે અને 2020ની લંડન યાત્રામાં ચર્ચિલની આર્મચેર પર બેસીને તેમને સારો અહેસાસ થયો હતો. તદુપરાંત જેલેન્સ્કીના ટેબલ પર અનેક પ્રકારના ફાઇટર પ્લેનના મૉડલ પણ છે. ત્યાં જ તેમના પરિવારની તસવીર પણ છે.