રોકાણકારો માટે 2024નું વર્ષ ઉત્તમ સાબીત થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટમાં સેન્સેક્સ તથા નિફ્ટીમાં સરેરાશ 20 ટકા સુધીનું રિટર્ન જ્યારે સોના-ચાંદીમાં સરેરાશ 22-23 ટકાનું રિટર્ન મેળવી રહ્યાં છે ત્યારે પ્રાઇમરી માર્કેટમા પણ રોકાણકારોને કમાણી જ કમાણી છે.
2024માં સરેરાશ 260 યોજાયેલા આઇપીઓમાં રોકાણકારોને ઉત્તમ રિટર્ન મળ્યું છે. ઓટો સેક્ટરની હ્યુંન્ડાઇ મોટરનો 25000 કરોડનો જ્યારે સ્વિગીનો 11700 કરોડનો આઇપીઓને સેબીની લીલીઝંડી મળી ગઇ છે. સ્વિગીનો આઇપીઓ પણ દેશનો પાંચમો સૌથી મોટો આઇપીઓ બની જશે. હ્યુન્ડાઇના આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ.1700-1750 આસપાસ રહી શકે છે તેવો નિર્દેશ આઇપીઓ નિષ્ણાત પરેશ વાઘાણીએ દર્શાવ્યો હતો.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાર ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર્સ અને ફૂડ ડિલિવરી કંપની સ્વિગીના IPOને મંજૂરી આપી દીધી છે. આઇપીઓ આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં રજૂ થવાની ધારણા છે. આ IPO એલઆઇસી પછી દેશનો સૌથી મોટો આઇપીઓ હશે. એલઆઇસીના IPOની સાઇઝ 21 હજાર કરોડ હતી જે 2022માં આવ્યો હતો.
કંપની શેરો ઓફર-ફોર-સેલ (OFS) હેઠળ રજૂ કરવામાં આવશે. સરેરાશ 17 ટકા ઈક્વિટી ઘટાડવાની અપેક્ષા છે. હ્યુન્ડાઇમાં 15000ની અરજી પર અત્યારથી 3000-3500 અને 10 લાખની અરજી પર રૂ.25000થી વધુનું પ્રિમિયમ બોલાવાનું શરૂ થઇ ચૂક્યું છે.