Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રશિયાની આક્રમકતાથી સમગ્ર વિશ્વ ચિંતાતુર છે. દરમિયાન બ્રિટનની ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે હાલના સમયમાં રશિયા નહીં ચીન સૌથી મોટો ખતરો છે. ડિજિટલ કરન્સી જેવી નવી ટેકનોલોજીમાં ચીનનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. તેનો ઉપયોગ ચીન પોતાની વસ્તી, પડોશી દેશો અને લેણદારો પર નિયંત્રણ માટે કરી રહ્યું છે.


બ્રિટિશ ગુપ્તચર એજન્સી જીસીએચક્યુના વડા સર જેરમી ફ્લેમિંગે જણાવ્યું હતું કે ચીન સ્પેસમાં પોતાની તાકાત વધારી રહ્યું છે. સ્પેસ પર કબજો મેળવવા માટે તે સ્ટાર્સ વોર્સની ફિલ્મની જેમ હથિયારો વિકસાવી રહ્યું છે. તેના બાયડુ સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કોઈ પણને ક્યાંય પણ ટ્રેક કરવા માટે કરી શકાય છે. ફ્લેમિંગે ચેતવણી આપી હતી કે રશિયા અને ચીન બંને પાસે એન્ટિ સેટેલાઇટ હથિયાર છે. આ સેટેલાઇટ મિસાઇલ જેવાં છે પણ ચીન હવે લેસર સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. તેના દ્વારા કમ્યુનિકેશન, સર્વેલન્સ અને જીપીએસ સેટેલાઇટને ધ્વસ્ત કરી શકાય છે. જો સેટેલાઇટ તોડી પાડવામાં આવે તો મિસાઇલ ટાર્ગેટની જાણ થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે ચીનની ગ્લોબલ ટેકનોલોજી પર વર્ચસ્વ જમાવવાની નીતિ પર બ્રિટને અંકુશ મૂકવાની જરૂર છે.

ચીન નાગરિકોને નિયંત્રિત કરવા માગે છે: ફ્લેમિંગે કહ્યું કે ચીનના નેતૃત્વનું માનવું છે કે તેમની તાકાત અને અધિકાર એક પાર્ટી સિસ્ટમમાંથી આવે છે. તેનો અર્થ એ છે કે તેઓ પોતાના નાગરિકોની ક્ષમતાનું સમર્થન કરવાના બદલે તેમના પર નિયંત્રણ મૂકવાની તકો શોધતા રહે છે. વધુમાં ફ્લેમિંગે કહ્યું કે ચીન લોકશાહી અને ફ્રી સ્પીચથી ડરે છે. જ્યારે ચીનના લોકો પોતાના અર્થતંત્રને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા હતા ત્યારે પાર્ટી પોતાના સ્ત્રોતનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના નિયમોને આકરા બનાવી રહી હતી.

જિનપિંગની ત્રીજી ટર્મ નક્કી, તેમના ઉત્તરાધિકારી તરીકે આ 4 નામ ચીનમાં 16 ઓક્ટોબરે પ્રમુખપદની ચૂંટણી થશે. એવું માનવામાં આવે છે કે શી જિનપિંગ ત્રીજી ટર્મ માટે પ્રમુખ બનશે. આ સાથે તેઓ ઈતિહાસ રચશે. તેમનો ઉત્તરાધિકારી કોણ બનશે એ વિશે અમેરિકન યુનિ.ની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સર્વિસના સમાજશાસ્ત્રી યાંગ ઝાંગના મતે પીએમ લી કેકિયાંગની દાવેદારી ઓછી છે. 4 અન્ય દાવેદાર છે.