Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

હવેથી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. આજરોજ ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ સર્વાનુમતે પસાર થઈ ગયું છે. આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે બિલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જો કોઈ શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નહીં આવે તો તેના પર કડક કાર્યવાહી કરવાની જોગવાઈ બિલમાં છે. જોગવાઈઓનું ભંગ કરતી કોઈ શાળા પકડાશે તો 2 લાખ સુધીના દંડ અને શાળાની માન્યતા રદ થવા સુધીના પગલાં લેવાઈ શકે છે.


જોગવાઈઓનું ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવાશે
માહિતી આપતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ તૈયાર કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત આપવાની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવવાના રહેશે. આ કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને દંડ ફટકારવાની અને આવી પ્રવૃતિના ત્રણ ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્યની બિન-સહાયિત શાળાઓને અપાયેલી માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇઓ આ કાયદામાં કરવામાં આવી છે, તેમ શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે જણાવ્યુ હતું.