દેશમાં ગેસના કુલ વપરાશમાં ગુજરાતમાં મોરબી સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝનો 27-30 ટકા હિસ્સો રહેશો છે. ઈન્ડિયન ગેસ એક્સચેન્જ (IGX) એ ભારતનું એકમાત્ર અધિકૃત ગેસ એક્સચેન્જ છે જે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડની નિયમનકારી દેખરેખ હેઠળ કાર્યરત છે. IGXનું માર્કેટ મોડલ મોરબીના સિરામિક જૂથ ને સંપૂર્ણ રીતે અનુરૂપ છે. શોધાયેલ કિંમતો મોટે ભાગે અન્ય બેન્ચમાર્ક કરતાં ઓછી હોય છે.
આ ઉપરાંત જ્યારે પણ રિપ્લેસમેન્ટ ઇંધણની સરખામણીમાં ખર્ચમાં બચત હોય ત્યારે સિરામિક ગ્રાહકો ટૂંકા ગાળાના આઇજીએક્સ કોન્ટ્રાક્ટ પસંદ કરી શકે છે. ઉત્તરી રાજ્યોમાંથી કજારિયા સિરામિક્સ અને સોમાની સિરામિક્સ જેવા ઉદ્યોગ અગ્રણીઓ નિયમિતપણે IGX ખાતે ગેસ મેળવવા અને ઇનપુટ ગેસ ખર્ચ બચાવવા માટે પાર્ટિસીપેટ થાય છે. PNGRBએ તાજેતરમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કને કોમન કેરિયર તરીકે જાહેર કરતા ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ બહાર પાડ્યા છે. અમલીકરણ પછી, મોરબી સિરામિક ઉદ્યોગો અને CGD નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ગ્રાહકો સ્પર્ધાત્મક ભાવે ગેસ મેળવી શકે છે.
આઇજીએક્સ તટસ્થ અને પારદર્શક પ્લેટફોર્મ છે, જ્યાં ખરીદદારો અને વેચાણકર્તાઓ ફરજિયાત ફિઝિકલ ડિલિવરી માટે કુદરતી ગેસનો ટ્રેડ કરે છે.