વેરાવળના ખડખડ વિસ્તારમાં રહેતા અને મચ્છી એક્સપોર્ટનો ધંધો કરતા કાલીદાસ પોચાભાઇ વણિક નામના વેપારીએ ઉત્તરપ્રદેશના ઉસ્માન જબ્બાર શેખ સામે રાજકોટ ઝોન સીઆઇડી ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ઉત્તરપ્રદેશના ઉસ્માન જબ્બાર શેખ સામે ફરિયાદ નોંધાવી
વેપારીની ફરિયાદ મુજબ, તેઓ જલારામ કાલીદાસ એક્સપોર્ટ કંપનીના નામે વ્યવસાય કરતા હોય તા.30-10-2022ના રોજ ભાવનગર પાસિંગના કન્ટેનરમાં 26 ટન માછલી ભરાવી હતી. કન્ટેનરમાં માઇનસ 17 ડિગ્રી તાપમાન થઇ ગયા બાદ ટ્રકને પીપાવાવ પોર્ટ રવાની કરી હતી. બાદમાં તે કન્ટેનર તા.1-12-2022ના રોજ ચીનના ઝીંગ જેન પોર્ટ પર પહોંચતા તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં કન્ટેનરમાંથી અમુક જથ્થો મીઠાનો ભરેલો તેમજ 600થી 700 કાર્ટૂન માછલીઓ ભરેલી મળી આવી હતી. બાદમાં કોવિડ ટેસ્ટ કરાવવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવતા દસ દિવસ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યું હતું.