પૂર્વોત્તરનાં ત્રણ રાજ્ય- ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પૂર્વોત્તર વિધાનસભા ચૂંટણીમાં ત્રિપુરાની 60, મેઘાલયની 59 અને નાગાલેન્ડની 60 સીટોં પર વલણો આવી ગયા છે. આ વલણોમાં ભાજપ ગઠબંધનને નાગાલેન્ડમાં 51 સીટોં અને ત્રિપુરામાં 31 સીટોં મળતી દેખાઈ રહી છે. મેઘાલયમાં પણ ભાજપ 8 સીટોં પર આગળ છે, તેને 10 સીટોંનો ફાયદો થઈ રહ્યો છે. અહીં NPP 16 સીટો સાથે સૌથી મોટી પાર્ટી છે.
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડનાં પરિણામો ગુરુવારે આવશે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ છે. આ રીતે 47 દિવસથી ચાલી રહેલી ચૂંટણીપ્રક્રિયા આજે સમાપ્ત થશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.
નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે સમાપ્ત થશે, જ્યારે મેઘાલયમાં વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે અને ત્રિપુરામાં 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. અહીં વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં ત્રિપુરા-નાગાલેન્ડમાં બીજેપી ગઠબંધનને બહુમતી મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. મેઘાલયમાં કોઈને સ્પષ્ટ બહુમતી મળવાની આશા નથી, એટલે કે ત્રિશંકુ વિધાનસભાની શક્યતા છે.