દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ પહેલા પીએમ સવારે રાજઘાટ પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
દેશ મંગળવારે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર 10મી વખત તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી. લાલ કિલ્લા પરથી સંબોધન કરતા PM મોદીએ મણિપુર હિંસા, રિફોર્મ્સ પર વાત કરી હતી. મોદીએ સરકારના 10 વર્ષના કામોનો હિસાબ આપ્યો હતો.
મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી પણ આપી હતી. પ્રથમ- આગામી થોડા જ વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે. બીજી- શહેરોમાં ભાડાના મકાનોમાં રહેતા રહેવાસીઓને બેંક લોનમાં રાહત મળશે. ત્રીજી, દેશભરમાં 10 હજારથી 25 હજાર જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.