અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદના હવે 19200 પેકેટ બચ્યા હતા જેમાંથી ગુરુવારે રાત સુધી 11000 પેકેટનું વિતરણ થયું હતુ હવે 8200 પેકેટનો જ સ્ટોક બચ્યો છે. જે શુક્રવારે સુધી ચાલશે.પ્રસાદ બનાવતી એજન્સીને નવો પ્રસાદ બનાવવાનો આદેશ કરવામાં આવ્યો નથી.
પરિણામે શુક્રવાર બપોર પછી હવે ભક્તોને માતાજી ના પ્રસાદનો મોહનથાળ મળશે કે કેમ તે બાબતે આશંકાઓ સાથે આક્રોશ ઊભો થયો છે. ગુરુવારે પ્રસારિત થયેલા અખબારી અહેવાલોના પગલે રાજ્યભરમાં અંબાજીનો પ્રસાદ બંધ થશે કે કેમ તેને લઈ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં આક્રોશ થતા સરકારે હજુ સામે ચાલીને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.