જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા આતંકવાદી હુમલા પાછળ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સૂત્રધાર મોસ્ટ વૉન્ટેડ મસૂદ અઝહરનો હાથ હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના કહેવા પ્રમાણે મસૂદના ઇશારે જ જમ્મુના પીર પંજાલ અને ઝેલમ ખીણમાં હુમલો કરાયો હતો
આતંકવાદી હુમલાના મસૂદ કનેક્શનની તપાસ કરી છે.ગુપ્તચર સૂત્રો જણાવે છે કે બે પાકિસ્તાની નંબરો સાથે જોડાયેલા ટૅલિગ્રામ, વોટ્સએપ એકાઉન્ટ અને ટેક્સ્ટ મૅસેજિંગ થકી રોજ સવારે 9થી 10 વાગ્યા અને બપોરે 3થી 4 વચ્ચે લાઇવ રહે છે.
રાજૌરી-પૂંછ, કઠુઆ, ડોડા અને રિયાસીમાં 40થી 50 આતંકવાદી સક્રિય છે. એ 3થી 4ના જૂથમાં વહેંચાયેલા છે. એ નાઇટ વિઝન કૅમેરાની મદદથી સ્નાઇપર હુમલો કરવા તાલીમબદ્ધ છે. હુમલા દરમિયાન બૉડી કૅમેરાથી વીડિયો શૂટ કરીને પાકિસ્તાન મોકલે છે, જ્યાંથી તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરાય છે. એ પાકિસ્તાનમાં ખાસ લોકેશનથી જ અપલોડ થાય છે. મસૂદ અપલોડ કરતો આવ્યો છે, એ જ રીતે આ વીડિયો પ્રસારિત થાય છે.