રાજકોટ શહેરમાં ચાલુ સપ્તાહે આજે ત્રીજા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા વીજ ચેકિંગમાં હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ સિટી સર્કલ ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 42 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે નુરાનીપરા, ખોખડદળ, શીતળાધાર સહિત 15 વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગલા બે દિવસ ચેકિંગ દરમિયાન 1936 કનેક્શન ચેક કરી 216 કનેક્શનમાંથી 45.60 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
ધૂળેટીના દિવસે રજા રાખી હતી
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ સપ્તાહ દરમિયાન સતત બે દિવસ કરેલા દરોડા બાદ ગઈકાલે ધૂળેટીની રજા હોવાથી આજે ત્રીજા દિવસે વહેલી સવારથી રાજકોટ શહેરમાં વાવડી અર્બન, ખોખડદળ, મવડી રોડ અને મોટામવા સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.