Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આ તહેવારોની સિઝનમાં મજબૂત ગ્રાહક સેન્ટિમેન્ટને કારણે રિટેલર્સ ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં ડબલ ડિજિટમાં વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યા છે. દેશ અને વિશ્વની વિવિધ રેટિંગ અને માર્કેટિંગ એજન્સીઓના સર્વેક્ષણો દર્શાવે છે કે આ વર્ષે રિટેલ વેચાણ ગયા વર્ષ કરતાં 10-12% વધવાની ધારણા છે.


ગ્લોબલ રિસર્ચ એજન્સી રાઈટ રિસર્ચના તાજેતરના રિપોર્ટ અનુસાર ઓટોમોબાઈલ, એફએમસીજી, ઈ-કોમર્સ, મેન્યુફેક્ચરિંગ, કોમોડિટી, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી જેવા સેક્ટરમાં આ વર્ષે મજબૂત વૃદ્ધિ થવાની અપેક્ષા છે.આના કારણે ગત વર્ષની સરખામણીમાં ઇન્ડસ્ટ્રીનું વેચાણ 10-12% વધશે. આ વૃદ્ધિને કારણે તહેવારોની સિઝન દરમિયાન રોજગારમાં પણ 20% વધારો થવાની ધારણા છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોએ તહેવારોના વેચાણમાં 30 થી 40% વૃદ્ધિની અપેક્ષા રાખી છે. રિટેલ ક્ષેત્રે વેચાણમાં 5 થી 35% નો વધારો નોંધાયો છે.