Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓસ્ટ્રેલિયાએ બુધવારે વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સને 309 રને પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં રનના સંદર્ભમાં કોઈપણ ટીમની આ સૌથી મોટી જીત છે. અગાઉનો રેકોર્ડ 257 રનનો હતો. માત્ર ઓસ્ટ્રેલિયાએ 2015માં પર્થમાં અફઘાનિસ્તાનને આટલા અંતરથી હરાવ્યું હતું.


ગ્લેન મેક્સવેલ (44 બોલમાં 106 રન) વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બન્યો. તેણે 40 બોલમાં સદી ફટકારી હતી. તેના સિવાય ડેવિડ વોર્નરે (93 બોલમાં 104 રન) પણ સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 399 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 20.5 ઓવરમાં 309 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

400 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલા નેધરલેન્ડ્સના ઓપનરોએ સકારાત્મક અભિગમ સાથે શરૂઆત કરી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલિંગ આક્રમણ સામે તેઓ લાંબો સમય ટકી શક્યા ન હતા. પાવરપ્લેમાં 48 રન બનાવતા ટીમે તેની ટોપ-3 વિકેટ ગુમાવી દીધી હતી.

ઇનિંગની શરૂઆતમાં વિક્રમજીત સિંહ અને મેક્સ ઓ'ડાઉડની જોડીએ કેટલાક સારા શોટ લગાવ્યા હતા. આ જોડીએ હેઝલવુડની પ્રથમ ઓવરમાં 14 રન બનાવ્યા હતા. ત્યારબાદ ચોથી ઓવરમાં મિચેલ સ્ટાર્કને બે ચોગ્ગા ફટકાર્યા હતા, જોકે પાંચમી ઓવરમાં સ્ટાર્કે ડચ ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. તેણે મેક્સ ઓ'ડાઉડને 6 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. જે બાદ ગ્લેન મેક્સવેલે વિક્રમજીત સિંહ (25 રન) રનઆઉટ કર્યો હતો. હેઝલવુડે 10મી ઓવરમાં કોલિન એકરમેન (10 રન)ને પણ આઉટ કર્યો હતો.