Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે અને એકસાથે 4 કોરોના કેસ નોંધાયા છે જેમાંથી 2 દર્દીઓએ તો રસીના 3-3 ડોઝ લઈ લીધા છે. કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલા સાવન સ્ટેટસમાં રહેતા 79 વર્ષના વૃધ્ધની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમના સેમ્પલ લેવાતા કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે તેઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે અને હાલ તબિયત સ્થિર છે.


આ ઉપરાંત ભક્તિનગરમાં દાખલ 75 વર્ષિય વૃધ્ધાની પણ તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા તેમને રસીના 3 ડોઝ આપવામાં આવ્યા હતા તેથી પરિવારજનોને કોરોનાની શક્યતા ન હતી પણ લક્ષણોને આધારે સેમ્પલ લીધા હતા જેમાં કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ હતું.

આ વૃધ્ધાએ ત્રણ ડોઝ લીધા હતા તેવી જ રીતે નાના મૌવા રોડ પર જીવરાજ પાર્કમાં રહેતા 51 વર્ષના પ્રૌઢે પણ 3 ડોઝ લીધા હતા અને તેમની પણ તબિયત બગડતા સેમ્પલ લેવાયા હતા અને તેમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જો કે હાલ તેમની તબિયત સ્થિર છે.