મોંઘવારી નામની ડાકણ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં પગપેસારો કરી ચૂકી છે. આ આંકડો જોઈએ તો મોટી-મોટી ઇકોનોમીની તુલનામાં ભારતમાં આ ઓછી છે. વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિક્સ તરફથી જાહેર કરાયેલા વાર્ષિક ફુગાવાના આંકડા જોઇએ તો દુનિયામાં મોંઘવારી સૌથી વધુ ચરમ પર હોય તો તે તુર્કી અને આર્જેન્ટિના છે, જ્યાં Annual Inflation(વાર્ષિક ફુગાવો) દર 83 ટકાને પાર પહોંચી ચૂક્યો છે.
આનંદ મહિન્દ્રા World of Statisticsના આંકડા શેર કરતા રહે છે. તેવામાં તેમની તરફથી દુનિયાભરના દેશોમાં વાર્ષિક આધાર પર મોંઘવારી દરના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. તે જોઇએ તો વધુ મોંઘવારી મામલે ટોપ પર તુર્કી છે. અહીં મોંઘવારી 83.4 ટકાના સ્તરે પહોંચી ગઇ છે. ત્યારબાદ બીજા નંબર પર આર્જેન્ટિનાનું નામ આવે છે. આ દેશમાં Annual Inflation Rate વધીને 83 ટકાના સ્તરે પહોંચી ગયો છે.
મોંઘવારીના મામલે તુર્કી અને આર્જેન્ટિના બાદ 14.5 ટકાની સાથે નેધરલેન્ડ, 13.7 ટકાની સાથે રશિયા, 11.9 ટકાની સાથે ઇટલી અને 10.4 ટકાની સાથે જર્મીનીનો નંબર આવે છે. બ્રિટનમાં પણ મોંઘવારી રેકોર્ડ તો 10.1 ટકા પર છે. આ સિવાય દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં વાર્ષિક આધાર પર મોંઘવારી 8.2 ટકાના સ્તરે પહોંચી ગઇ છે.