શહેરમાં ગાંધીગ્રામ પાસેના જીવંતિકાનગરમાં રહેતી નામચીન મહિલા તેના મકાનમાં કૂટણખાનું ચલાવતી હોવાની માહિતીને આધારે પોલીસે દરોડાે પાડી મહિલાને ઝડપી લીધી હતી. ત્રણેક માસ પહેલાં પકડાયેલી મહિલા બંગાળી યુુવતીને રાખી કૂટણખાનું ચલાવતી હોય અને ગ્રાહકો પાસેથી રૂ.1500 વસૂલી એક હજાર પોતે રાખતી અને યુવતીને રૂ.500 આપતી હોવાનું અને પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો.
જીવંતિકાનગરમાં રહેતી દીપા અનિલભાઇ ચૌહાણ તેના મકાનમાં યુવતીઓને બોલાવી કૂટણખાનું ચલાવતી હોવાની માહિતીને આધારે પીઆઇ અકબરી સહિતના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી તપાસ કરતાં એક રૂમમાંથી યુવતી અને ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવતા પોલીસે અટકાયત કરી હતી. પોલીસની પૂછતાછમાં પકડાયેલ યુવતી મૂળ પશ્ચિમ બંગાળની હોવાનું જણાવતા પોલીસે દીપાની ધરપકડ કરી અને રૂ.1500ની રોકડ સહિતની મતા કબજે કરી વધુ કાર્યવાહી કરતા દીપા અગાઉ પણ ત્રણેક વાર પકડાઇ ચૂકી હોવાનું અને ત્રણેક માસ પહેલાં પકડાયા બાદ જામીન પર છૂટી ફરી લોહીનો વેપાર શરૂ કર્યો હતો.