Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

માંડ 29 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતું ભારત, દુનિયામાં સૌથી ઓછી સરેરાશ ઉંમર ધરાવે છે. જોકે, ચિંતા એ વાતની છે કે દેશના 15થી 29 વર્ષની વયના 32.9% યુવાનો ના તો ભણે છે, ના તો કોઈ કામધંધો. એટલું જ નહીં, તેઓ કોઈ જ પ્રકારની તાલીમ પણ નથી લઈ રહ્યા.નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)ના આ મહિને જાહેર કરાયેલા રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.


એનએસએસઓએ તમામ રાજ્યના કુલ 2.9 લાખ પરિવાર પર જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2021 વચ્ચે આ સરવે કર્યો હતો.દેશમાં બેકાર યુવાનોમાંથી 20.3% યુવાનો તો કામ શોધતા પણ નથી. 69.8% ઘરેલુ કામ કરે છે, જ્યારે 1.5% યુવાનો આરોગ્યના કારણે કામ કરવા યોગ્ય જ નથી અને 2.3% બસ એમ જ સમય બરબાદ કરી રહ્યા છે.જો કમ્પ્યુટરના જ્ઞાનની વાત કરીએ તો 15થી 29 વર્ષની ઉંમરના 61.6% યુવાનોને તો કોપી-પેસ્ટ કરતા પણ નથી આવડતું. જો કોઈ એટેચમેન્ટ સાથે ઈ-મેલ મોકલવો હોય તોપણ 73.3% યુવાનોને તે અશક્ય લાગે છે.