Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં માર્ચ મહિનામાં નવા ઓર્ડરમાં ઝડપી વિસ્તરણ, ઉત્પાદનમાં વૃદ્ધિ, ખર્ચ પરના દબાણમાં ઘટાડો જેવા પરિબળને કારણે દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો PMI 3 મહિનાના સર્વોચ્ચ સ્તરે 56.4 જોવા મળ્યો છે. જે ફેબ્રુઆરી દરમિયાન 55.3 હતો. વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો અત્યાર સુધીનું પ્રદર્શન મજબૂત જોવા મળ્યું છે.


માર્ચના PMI ડેટા સતત 21માં મહિને એકંદરે પ્રદર્શનમાં સુધારો દર્શાવે છે. PMIમાં, 50ની ઉપરનો આંક વિસ્તરણ અને 50થી નીચેનો આંક સંકોચન દર્શાવે છે. એસ એન્ડ પી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ઇકોનોમિક્સ એસોસિયેટ ડાયરેક્ટર પોલિયાના દે લિમાએ જણાવ્યું હતું કે, માર્ચમાં ભારતીય માલસામાનની મજબૂત માંગ જોવા મળી હતી, જે ત્રણ મહિનામાં ફેકટરી ઓર્ડરમાં સૌથી ઝડપી ઉછાળાને દર્શાવે છે. જેને કારણે, ઉત્પાદનમાં પણ સતત વધારો થયો હતો અને કંપનીઓએ વધુ સ્ટોક પણ એકત્ર કર્યો હતો. સપ્લાય ચેન પરનું દબાણ ઘટતા તેમજ કાચા માલની ઉપલબ્ધતા સુધરવાને કારણે ઇનપુટ ખર્ચનો ફુગાવો માર્ચમાં અઢી વર્ષના સૌથી નીચલા સ્તરે નોંધાયો હતો. તદુપરાંત, અનેક ઉત્પાદકોએ ફરીથી માલસામાનનો જથ્થો એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.