Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગોધરા તાલુકાની શાળાના બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ 2020-21 તેમજ 2021-22ની ગ્રાન્ટ મંજુર કરીને તાલુકાની 86 શાળાઓમાં 86 લાખ રુપિયાના ખર્ચે આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું. જે આરો મશીનના કામોમાં ગેરરીતીની આંશકા થતાં નાયબ ડીડીઓ એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગોધરા તાલુકાની શાળાઓમાં આરો મશીનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ ટીમે ગોધરા તાલુકાની ગોલ્લાવ, ઓરવાડા, બગીડોળ, મહેલોલ, ગદુકપુર, ધાણીત્રા, વેલવડ સહિતની શાળાઓમાં આરો મશીનની તપાસ હાથ ધરવામાં આવી હતી.

શાળાઓમાં તપાસ દરમ્યાન આરો પ્લાન્ટ મશીન અને ટાંકી ફીટ કર્યા વગર શાળામાં કોન્ટ્રાકટર મુકી જતા રહ્યા હતા. તેમજ કેટલીક શાળાઓમાં આચાર્યો દ્વારા બાળકોને શુધ્ધ પાણી મળે તેથી જાતે ફીટ કર્યા હતા. ખાનગી કોન્ટ્રાકટર દ્વારા શાળામાં આર ઓ પ્લાન્ટ, પાણીની ટાંકી, સીસી સ્ટેન્ડ તેમન તકતી મળીને એક લાખ રૂપીયા લેખે 86 શાળાના 86 લાખ રૂપિયાના આરો મશીનનું કામ પૂર્ણ બતાવીને 86 લાખ ચુકવી દેવામાં આવ્યા હતા. તપાસમાં આરો મશીનની ખરીદી કરતી ખરીદી કમીટીનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

આરો પ્લાન્ટ મશીનનું કામ પૂર્ણ બતાવીને 86 લાખ ચુકવી દેવામાં આવ્યા
જેથી કમીટીના અધ્યક્ષ તત્કાલીન ગોધરા તાલુકા વિકાસ અધીકારી તથા આંતરીક કમીટીના સભ્યો આંતરીક અન્વેષણ અધીકારી જિલ્લા પંચાયત, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેશ તાલુકા પંચાયત, નાયબ હિસાબધિશ અધિકારી તા.પે, તાલુકા પંચાયત અધીકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી મળીને 6 અધીકારીઓની ટીમ એકબીજાની મિલીભગત તથા મેળાપીપણાથી સરકારના નાણાકીય હેતુને નુકસાન કરીને ખાનગી એજન્સીને ફાયદો કરાવ્યા હોવાનું તપાસથી ફલિત થયા છે.