ભારતીય શેરમાર્કેટ રોકાણકારો-ટ્રેડર્સ માટે ઉત્તમ સાબીત થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટની સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ રોકાણકારો કમાણી કરી રહ્યાં છે. વર્ષ 2024માં આઇપીઓ તેમજ મ્યુચ્યુઅલ ફંડ માટે ઉત્તમ વર્ષ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 117 નવી ફંડ ઑફર્સ (NFOs) રજૂ કરવામાં આવી છે. શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ 31.9% સુધીનું રિટર્ન આપ્યું છે. તેમાંથી 94 NFOs રોકાણ માટે ઉપલબ્ધ છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 30 જૂનની વચ્ચે 24 એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 21 ફંડ્સને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે.
એકે હમણાં જ NFO મુદત (15-20 દિવસ) પૂર્ણ કરી છે જ્યારે બે હજુ એનએફઓ આ સમયગાળામાં છે. શરૂઆતથી તેઓએ 3-32% રિટર્ન આપ્યું છે. ઝરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ઇટીએફ 167 દિવસ પહેલાં રજૂ કરવામાં આવ્યું હતું, તેણે માત્ર 2.99% રિટર્ન આપ્યું છે.