શહેરમાં કોઠારિયા સોલવન્ટ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં ગોંડલ રોડ પર રહેતા અને મૂળ મધ્યપ્રદેશના આધેડ રાત્રીના કોઠારિયા સોલવન્ટ પાસે ચાલીને જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહને ઠોકરે લઇ નાસી જતા તેનું મોત નીપજતા આજી ડેમ પોલીસે કાર્યવાહી કરી છે.
ગોંડલ રોડ પર બજરંગ નામના ફર્નિચરના કારખાના પાસે રહેતા બલવીરભાઇ જીલુભાઇ પારધી (ઉ.45) રવિવારે રાત્રીના ચાલીને જતા હતા ત્યારે કોઠારિયા સોલવન્ટ પાસે અજાણ્યા વાહને ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા અાજી ડેમ પોલીસે તપાસ કરતા મૃતક બે ભાઇમાં મોટા હતા અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું અને તેનો પરિવાર મધ્યપ્રદેશ રહેતો હોવાનું અને બલવીરભાઇ ફર્નિચરનું મજૂરીકામ કરતા હોવાનું અને શાકભાજી લેવા બહાર નીકળ્યા બાદ આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધવાની અને ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.