Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોની વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણ સતત વધી રહ્યું છે. આ સેગમેન્ટમાં માંગ અને મજબૂત વેચાણને ધ્યાનમાં રાખતા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ પણ આ સેક્ટરમાં રોકાણ વધારી રહ્યા છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ ઝડપભેર વધી રહ્યો છે પરંતુ ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતનો ક્રમ નથી.


ગુજરાત સરેરાશ સાતમા ક્રમે આવી રહ્યું હોવાનું જાણકારોનું કહેવું છે. આગામી સમયગાળામાં આ સેગમેન્ટમાં ઝડપી વેચાણ ગ્રોથ જોવા મળશે. વર્ષ દરમિયાન ઇવી સેક્ટરમાં લગભગ 1 અબજ ડૉલરથી વધુ પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ થવાની આશા છે. જાન્યુઆથી સપ્ટેમ્બર સુધી 9 મહિના દરમિયાન ઇવી સેક્ટરમાં 7500 કરોડ રૂપિયાથી વધુ રોકાણ થઇ ચૂક્યું છે.

ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 500 થી 700 કગરોડ રૂપિયાના રોકાણનું અનુમાન છે. પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ પર નજર રાખતી કંપની ઇન્ટેલિજન્સના આંકડા અનુસાર દેશમાં ઇવી ઉપરાંત બેટરી મેન્યુફેક્ચરિંગ, બેટરી સ્વેપિંગ-ચાર્જીંગ સ્ટેશનો ઉપરાંત ફાઇનાન્સિંગ માટે પણ પ્રાઇવેટ રોકાણમાં સતત વૃદ્વિનો ટ્રેન્ડ છે.