ભારત સરકારે ખાલિસ્તાન આંદોલનને તો કચડી નાંખ્યું, પરંતુ દુનિયામાં તે અનેક સ્થળે તે આજે પણ સક્રિય છે. ખાસ કરીને બ્રિટનમાં. બ્રિટનમાં શીખોની સાત લાખની વસતીમાં એક નાનકડો હિસ્સો ખાલિસ્તાન સમર્થકોનો પણ છે. બ્રિટિશ સરકારના કમિશન ફોર કાઉન્ટરિંગ એક્સ્ટ્રીમિઝમના અહેવાલ પ્રમાણે, બ્રિટનમાં ખાલિસ્તાની જૂથો જુદા જુદા સ્રોતોમાંથી પૈસા ઉઘરાવે છે અને ભારત મોકલે છે. બ્રિટિશ સરકારે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) સહિત કેટલાક જૂથોને આતંકી સંગઠન પણ જાહેર કર્યા છે. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌર પણ બીકેઆઈની સભ્ય છે. તે ખાલિસ્તાન સમર્થક રેલીઓ અને કાર્યક્રમોમાં સક્રિય છે.
એક વરિષ્ઠ બ્રિટિશ ઈન્ટેલિજન્સ ઓફિસરે ભાસ્કરને કહે છે કે, કિરણદીપ બબ્બર ખાલસા માટે ભંડોળ ભેગું કરતી હોવાના પુરાવા છે. 2020માં આતંકી કાવતરું ઘડવા બદલ તેની પાંચ અન્ય લોકો સાથે ધરપકડ કરાઈ હતી. તે બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થક પરમજીત સિંહ પમ્મા સાથે પણ સંકલાયેલી છે.
એવું કહેવાય છે કે, તે બબ્બર ખાલસાનો વરિષ્ઠ નેતા છે. ભારત સરકાર દ્વારા જારી ઈન્ટરપોલ વૉરન્ટના આધારે 2015માં તેની પોર્ટુગલથી ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી તેને જમાનત મળી ગઈ, પરંતુ કેસ ચાલી રહ્યો છે. પોર્ટુગલમાં ધરપકડ થઈ ત્યારે પણ પમ્મા અને કિરણદીપ સંપર્કમાં હતો. યુકે સરકારનો આરોપ છે કે, પમ્મા બબ્બર ખાલસા માટે ભંડોળ ભેગું કરે છે અને અલ કાયદા સહિતના આતંકી સંગઠનો સાથે તેમના સંબધ છે. જોકે, કિરણદીપ કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતી હોવાનો ઈનકાર કરે છે. બીજી તરફ, ખાલિસ્તાની આંદોલન અને તેની સાથે સંકળાયેલા લોકોએ ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.