Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ

Six of Wands આજે માનસિક મૂંઝવણો વધી શકે છે. કોઈ જૂના મુદ્દાને લઈને ચિંતા થઈ શકે છે. નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દો. કોઈની કહેલી વાત મનને વિચલિત કરી શકે છે. કાર્યોમાં એકાગ્રતાનો અભાવ અનુભવાય. ભૂતકાળની કોઈ વાત યાદ આવતા મન દુઃખી થઈ શકે છે. કોઈ નવું કાર્ય શરૂ કરવામાં સંકોચ રહેશે. મન શાંત રાખવા માટે આધ્યાત્મિકતાનો સહારો લો. પોતા પર શંકા કરવાનું ટાળો અને વ્યર્થ વિચારવામાં સમય ન બગાડો.

કરિયર: ઓફિસમાં જે લોકો મુશ્કેલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, તેઓ દબાણ અનુભવી શકે છે. ડેડલાઈનને લઈને બેચેની રહી શકે છે, પરંતુ ધીરજ રાખો. નવી નોકરીની શોધમાં રહેલા લોકોએ થોડી રાહ જોવી પડી શકે છે.

લવ: જે લોકો પ્રેમ સંબંધમાં અસમંજસમાં છે, તેમણે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. જૂની ગેરસમજ પ્રિયજન સાથે અંતર વધારી શકે છે. પૂર્વ પ્રેમીની યાદો મનને બેચેન કરી શકે છે. ભરોસો અને ધીરજ રાખવાથી સંબંધો મજબૂત થશે.

સ્વાસ્થ્ય: અતિશય તણાવને કારણે ભૂખ ઓછી લાગી શકે છે. અનિદ્રાને કારણે દિવસભર સુસ્તી અનુભવાય. માનસિક શાંતિ માટે મેડિટેશન અને યોગ કરો. આત્મ-સંતુલન જાળવવું જરૂરી રહેશે.

લકી કલર: પીળો | લકી નંબર: 3 **** વૃષભ Five of Cups ઈચ્છા પૂરી થઈ શકે છે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. સામાજિક દાયરો વધારવાની તક મળશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત શક્ય છે, જે મનને પ્રસન્નતા આપશે. આંતરિક સંતુલન જાળવવામાં સફળતા મળશે. લોકો તમારા અભિપ્રાયને મહત્ત્વ આપશે. કોઈ સકારાત્મક સમાચારથી દિવસ શુભ રહેશે. ભાવનાત્મક સ્થિરતાથી દરેક નિર્ણયમાં સ્પષ્ટતા આવશે. ધન સાથે જોડાયેલી કોઈ સારી સંભાવના સામે આવી શકે છે. આનંદ અને ઉલ્લાસથી ભરેલો દિવસ રહેશે.

કરિયર: સરકારી નોકરીના ઈચ્છુક લોકો માટે શુભ સંકેત મળી શકે છે. માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ક્ષેત્રે કામ કરનારાઓને નવી તક મળશે. ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ મળશે, જેથી કામ ઝડપથી પૂરું થશે.

લવ: પ્રેમી પંખીડાઓ વચ્ચે પરસ્પર સમજણ વધુ ગાઢ બનશે. પરિણીત લોકોને જીવનસાથી સાથે કેટલીક યાદગાર પળો વિતાવવાની તક મળશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે સંબંધ અંગે સકારાત્મક ચર્ચા થઈ શકે છે. પરિવાર સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર પ્રેમ જીવનને વધુ મજબૂત બનાવશે.

સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે, જેનાથી તણાવ ઓછો થશે. ખાનપાન સંતુલિત રાખો. વધુ ભાવુક થવાથી માનસિક થાક અનુભવાય. પૂરતી ઊંઘ લેવાથી દિવસભર ઉર્જાવાન રહેશો. શરીરને હાઈડ્રેટ રાખવું ફાયદાકારક રહેશે.

લકી કલર: લેવેન્ડર | લકી નંબર: 5 **** મિથુન King of Swords નવી તકો અપનાવવાનું સાહસ મળશે. ભૂતકાળની કોઈ ભૂલમાંથી શીખીને આગળ વધવાનો સમય છે. કોઈ શુભ સમાચાર મનને પ્રસન્ન કરશે. ભવિષ્ય માટે યોજનાઓ બનાવવી લાભદાયક રહેશે. કોઈ જૂના સપનાને ફરી જીવવાની તક મળશે. આત્મનિર્ભરતા વધશે, જેનાથી કોઈના પર નિર્ભર રહેવાની જરૂર અનુભવાશે નહીં. આધ્યાત્મિક રુચિ જાગ્રત થઈ શકે છે, જે માનસિક સંતુલન આપશે. કોઈ નવા સંપર્કથી જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે.

કરિયર: જે લોકો મીડિયા, કલા અથવા સંશોધન સાથે જોડાયેલા છે, તેમને પ્રસિદ્ધિ મળી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો સફળતા તરફ આગળ વધશે. ટેક્નોલોજી અને સાયન્સના ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો કોઈ નવા પ્રોજેક્ટમાં સામેલ થઈ શકે છે.

લવ: સિંગલ લોકો કોઈ નવી વ્યક્તિ સાથે ગાઢ જોડાણ અનુભવી શકે છે. જે લોકો રિલેશનશિપમાં છે, તેમની વચ્ચે પરસ્પર સમજણ અને પ્રેમ વધશે. પરિણીત લોકોને જીવનસાથી સાથે સમય વિતાવવા માટે ખાસ તક મળશે. કોઈ રોમેન્ટિક પ્રવાસનું આયોજન થઈ શકે છે.

સ્વાસ્થ્ય: ત્વચાને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે, વધુ પાણી પીવો. સંતુલિત આહાર લો. મનમાં વધુ વિચારો આવવાથી થાક અનુભવાશે, મેડિટેશન કરો. હૃદયને લગતી નાની સમસ્યાઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે.

લકી કલર: બ્લુ | લકી નંબર: 2 *** કર્ક The Judgment કોઈ મુદ્દાને નજરઅંદાજ કરવો પાછળથી પરેશાની વધારી શકે છે. સ્પષ્ટ વિચારસરણીથી જ સાચો રસ્તો મળશે. કોઈ જૂની મૂંઝવણ ફરી સામે આવી શકે છે, અન્યની સલાહ સાંભળવી ફાયદાકારક રહેશે. કોઈ નવી તક અંગે સંશય રહેશે, ઉતાવળમાં કોઈ પગલું ન ભરો. આત્મનિરીક્ષણથી ઉત્તર મળી શકે છે. પોતાની જાતને વધુ સ્પષ્ટ કરવાની જરૂર પડશે, અધૂરી માહિતીથી ભ્રમની સ્થિતિ પેદા થઈ શકે છે. વર્તમાન સ્થિતિનું આકલન કરો અને સાચી દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરો.

કરિયર: જે લોકો કોર્પોરેટ સેક્ટરમાં છે, તેમણે કોઈ મુશ્કેલ નિર્ણયનો સામનો કરવો પડી શકે છે. મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા લોકોએ ટીમ વચ્ચે તાલમેલ બનાવવાની જરૂર પડશે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોએ ઉતાવળથી બચવું જોઈએ.

લવ: જે લોકો વાતચીતના અભાવનો સામનો કરી રહ્યા છે, તેમણે ખૂલીને વાત કરવી જોઈએ, જેનાથી સંબંધમાં સ્પષ્ટતા આવશે. પૂર્વ પ્રેમી સાથે જૂની લાગણીઓ ફરી જાગી શકે છે, પરંતુ ભાવનાઓમાં વહેવાનું ટાળો.

સ્વાસ્થ્ય: માથાનો દુખાવો થઈ શકે છે, હૃદયના ધબકારા વધવા કે ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે, શાંત રહેવાનો પ્રયાસ કરો. યોગ અને ધ્યાનથી માનસિક સ્થિરતા જળવાઈ રહેશે.

લકી કલર: વ્હાઈટ | લકી નંબર: 1 *** સિંહ Two of Cups મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી સંભાળી શકશો. કોઈ જટિલ સમસ્યાનું સમાધાન શાંતિથી મળશે. જૂના મતભેદો ઉકેલવાની તક મળશે. પરંતુ વધુ પડતું સમજૂતી કરવા જતાં પોતાની ઈચ્છાઓની અવગણના ન કરો. કોઈ આધ્યાત્મિક અનુભવ માનસિક સ્પષ્ટતા લાવશે. સર્જનાત્મકતા વધશે, જેનાથી કોઈ અટકેલા કામ પૂરા કરવામાં સફળતા મળશે. આત્મ-શિસ્તથી જીવનમાં સ્થિરતા જળવાઈ રહેશે.

કરિયર: કોર્પોરેટ સેક્ટરમાં કાર્યરત લોકોએ ટીમ વર્ક પર ધ્યાન આપવું પડશે. કોઈ જટિલ પ્રોજેક્ટમાં ધીરજથી કામ લેવાથી સારું પરિણામ મળશે. ફાયનાન્સ અને માર્કેટિંગ ક્ષેત્રના લોકો નવી શૈલીથી વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

લવ: જે લોકો રિલેશનશિપમાં છે, તેમણે ધીરજ અને સમજદારીથી કોઈ મુદ્દાને ઉકેલવાની જરૂર પડશે. પરિણીત લોકો જીવનસાથી સાથે ગહન વાતચીત કરશે, જેનાથી પરસ્પર સમજણ વધશે. કોઈ સંબંધમાં ઉતાવળ ટાળો, સમયની સાથે વસ્તુઓ સ્પષ્ટ થશે.

સ્વાસ્થ્ય: પાચનતંત્ર નબળું પડી શકે છે, એકાગ્રતામાં ઘટાડો અનુભવાય. વ્યાયામ પર ધ્યાન આપો. માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગને દિનચર્યામાં સામેલ કરો. સંયમિત જીવનશૈલી અપનાવવાથી ઉર્જા જળવાઈ રહેશે.

લકી કલર: વાર્મ કોરલ | લકી નંબર: 3 *** કન્યા Nine of Pentacles મનમાં ઉત્સાહ અને રોમાંચ અનુભવશો. કોઈ રોમાંચક પ્રવાસની યોજના બની શકે છે. આત્મવિશ્વાસ મજબૂત રહેશે, પરંતુ ઉતાવળમાં કોઈ ભૂલ થઈ શકે છે. સ્વતંત્રતાની ઈચ્છા વધશે, જેનાથી સીમાઓ તોડવાનું મન થશે. જૂના નિયમોથી હટીને કંઈક નવું અજમાવવાની વૃત્તિ રહેશે. મનમોજી સ્વભાવ ક્યારેક લોકોને ભ્રમિત કરી શકે છે. કોઈ નવી વ્યક્તિ સાથે જોડાણ થશે, જે પ્રેરણા આપશે. તમારી જાતને વધુ ખુલ્લી રાખો, જીવનમાં નવી સંભાવનાઓનું સ્વાગત કરો.

કરિયર: જે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે દિવસ શુભ રહેશે. ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરનારાઓને નવી તકો મળી શકે છે. ઓફિસમાં અચાનક કોઈ નવો પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે, જેનાથી ઉત્સાહ વધશે.

લવ: કોઈ નવી વ્યક્તિને મળી શકો છો, જેની સાથે સંબંધ આગળ વધી શકે છે. જે લોકો સંબંધમાં છે, તેઓ સાથી સાથે મસ્તીભરી પળો વિતાવશે. પરિણીત લોકોને જીવનસાથી સાથે વધુ સ્વતંત્રતાની જરૂરિયાત અનુભવાઈ શકે છે.

સ્વાસ્થ્ય: અતિશય દોડધામથી શારીરિક થાક અનુભવાશે. ડિહાઈડ્રેશનની શક્યતા રહેશે, પાણીનું સેવન વધારો. ઊંઘની કમીથી માનસિક અસંતુલન અનુભવાય. ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની કસરત કરો.

લકી કલર: બ્લેક | લકી નંબર: 8 *** તુલા The Hierophant મનમાં કરુણા અને સહાનુભૂતિનો ભાવ રહેશે. કોઈની મદદ કરવાથી આત્મસંતોષ મળશે. સર્જનાત્મકતા વધશે, જેનાથી નવી યોજનાઓ પર કામ કરવાનું મન થશે. પોતાની જરૂરિયાતોને નજરઅંદાજ ન કરો અને તમારી ક્ષમતાઓને ઓછી ન આંકો. દિવસભર વિચારોની અધિકતાથી મન ભારે અનુભવાઈ શકે છે. તમારી જાતને સકારાત્મકતાથી ઘેરો, આનાથી ઉર્જા જળવાઈ રહેશે.

કરિયર: શિક્ષણ કે સમાજસેવા સાથે જોડાયેલા લોકોને પ્રશંસા મળશે. ઓફિસમાં સહયોગીઓ તમારી પાસેથી માર્ગદર્શનની અપેક્ષા રાખી શકે છે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે.

લવ: સંબંધોમાં ભાવનાત્મક ઊંડાણ વધશે. સિંગલ લોકો કોઈ આકર્ષક વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે. જે લોકો રિલેશનશિપમાં છે, તેઓ સાથીની લાગણીઓને વધુ સમજવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્ય: ભાવનાત્મક અસંતુલનથી થાક અનુભવાશે. પાણીની અછતથી શરીરમાં સુસ્તી આવી શકે છે, સંતુલિત આહાર લો. ધ્યાન અને યોગથી માનસિક સ્થિરતા મળશે. પૂરતી ઊંઘ લેવી આવશ્યક રહેશે.

લકી કલર: લાઈટ બ્લુ | લકી નંબર: 5 *** વૃશ્ચિક Nine of Cups કોઈ પરિસ્થિતિમાં મૂંઝવણ રહી શકે છે. બાહ્ય અવરોધો કરતા આંતરિક ડર વધુ પ્રભાવિત કરશે. કોઈ સમસ્યાનો ઉકેલ પાસે હોવા છતાં તેને જોવામાં અસમર્થ રહી શકો છો. જરૂર કરતા વધુ વિચારવાથી મન પર બોજ વધી શકે છે. કોઈ વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેવાથી સ્પષ્ટતા આવશે. કાર્યોમાં વિલંબ થવાથી ચીડિયાપણું અનુભવાશે. પરિસ્થિતિ પ્રત્યે નકારાત્મકતા ટાળો, જલ્દી જ વસ્તુઓ બદલાશે. મનને સ્થિર રાખીને જ સાચી દિશા મળશે.

કરિયર: જે લોકો કોઈ પ્રોજેક્ટમાં વિલંબનો સામનો કરી રહ્યા છે અને નોકરિયાત લોકો પોતાના પ્રદર્શનથી અસંતુષ્ટ અનુભવી શકે છે. જે લોકો મીડિયા, પબ્લિક રિલેશન અથવા કન્સલ્ટન્સીમાં છે, તેમને કોઈ જટિલ મામલો ઉકેલવાનો પડકાર મળશે.

લવ: સિંગલ લોકો કોઈના તરફ આકર્ષિત હોવા છતાં પોતાના ડગલાં પાછળ ખેંચી શકે છે. જે લોકો સંબંધમાં છે, તેઓ પોતાના સાથીથી પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયાસ કરશે. લગ્ન જીવનમાં કોઈ વાતને લઈને અસમંજસ રહેશે, જેના કારણે વાતચીત ઓછી થઈ શકે છે.

સ્વાસ્થ્ય: માનસિક તણાવ વધી શકે છે, જેનાથી ઊંઘ પ્રભાવિત થશે. બ્લડ પ્રેશર અસંતુલિત રહી શકે છે, સંતુલિત દિનચર્યા અપનાવો. વ્યાયામ પર ધ્યાન આપો. ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની તકનીકથી રાહત મળશે.

લકી કલર: બેઝ | લકી નંબર: 7 ***

ધન Six of Pentacles બચત પર વધુ ધ્યાન આપશો, જેનાથી ખર્ચ મર્યાદિત રહેશે. અનુભવોમાંથી શીખીને આગળ વધવું ફાયદાકારક રહેશે. વ્યક્તિગત બાબતોમાં ગોપનીયતા જાળવવી જરૂરી રહેશે. પરિવર્તનની જરૂરિયાત અનુભવાશે, પરંતુ અનિશ્ચિતતાને કારણે ખચકાટ રહેશે. કોઈ પ્રિયજન સાથે ધન બાબતે ચર્ચા થઈ શકે છે. લાગણીઓને ખુલીને વ્યક્ત કરવાની જરૂર પડશે. પોતાની જાતને માનસિક રીતે હળવી રાખવા માટે આરામ કરો.

કરિયર: જે લોકો ફાયનાન્સ, એકાઉન્ટિંગ અથવા પ્રોપર્ટી સાથે જોડાયેલા છે, તેમને લાભ થશે. નોકરીયાત લોકો પોતાની સ્થિરતા અંગે ચિંતા કરી શકે છે. સહકર્મીઓ પાસેથી વધુ અપેક્ષા ન રાખો, આત્મનિર્ભર રહેવું વધુ સારું રહેશે. પગાર વધારાની શક્યતા બની રહી છે.

લવ: સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખવો જરૂરી રહેશે. સિંગલ લોકો કોઈ જૂના સંબંધની યાદોમાં મૂંઝાઈ શકે છે. જે લોકો સંબંધમાં છે, તેમણે પોતાના સાથીની લાગણીઓને સમજવાની કોશિશ કરવી જોઈએ.

સ્વાસ્થ્ય: તણાવને કારણે શરીરમાં જકડન અથવા પીઠનો દુખાવો અનુભવાઈ શકે છે. વધુ પડતી ચિંતાથી સમસ્યા થઈ શકે છે. ખાનપાન સંતુલિત રાખો. માનસિક શાંતિ માટે મેડિટેશન કરવું ફાયદાકારક રહેશે.

લકી કલર: ક્રિમસન | લકી નંબર: 9 *** મકર King of Cups કોઈ સારા સમાચાર દિવસને ઉજ્જવળ બનાવી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે ઊંડી વાતચીત થશે, જેનાથી મન હળવું થશે. સંગીત અને સાહિત્યમાં રુચિ વધી શકે છે. કોઈ શોખ પૂરો કરવાની તક મળી શકે છે. મહત્વના નિર્ણયોમાં દિલ અને મગજનું સંતુલન આવશ્યક રહેશે. બીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકશો. ધીરે ધીરે આગળ વધો. સકારાત્મક પરિવર્તન જરૂરી છે.

કરિયર: ફ્રીલાન્સર્સને નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે. સહકર્મીઓ સાથેના સારા સંબંધો કાર્યમાં સહયોગ આપશે. કોઈ નવી ડીલ પર કામ શરૂ કરી શકો છો, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે.

લવ: પ્રેમ પ્રસ્તાવ આપવા અથવા સ્વીકારવા માટે અનુકૂળ સમય છે. જે લોકો રિલેશનશિપમાં છે, તેઓ સાથી સાથે સુંદર પળો વિતાવશે. પરિણીત લોકો માટે જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ વધારવાની તક મળશે.

સ્વાસ્થ્ય: પાણીની કમીથી ડિહાઈડ્રેશન કે થાક અનુભવાઈ શકે છે. ભાવનાત્મક અસંતુલનથી મૂડ સ્વિંગ્સ થઈ શકે છે. યોગ અને ધ્યાન કરવાથી મનને શાંતિ મળશે. સંગીત અને પ્રકૃતિ સાથે સમય વિતાવવાથી માનસિક તાજગી અનુભવાશે.

લકી કલર: લીલો | લકી નંબર: 5 ****

કુંભ Four of Wands કોઈ ખાસ વ્યક્તિ સાથે અણબનાવ થઈ શકે છે, જેને શાંતિથી ઉકેલવો જરૂરી રહેશે. વિશ્વાસ જાળવી રાખવાથી મુશ્કેલ સમય પણ સરળતાથી પસાર કરી શકશો. તમારી લાગણીઓને સમજો, પરંતુ તેને નિયંત્રિત કરવાનું પણ શીખો. કોઈ જૂના જખમને ભૂલવાનો પ્રયાસ કરો, આનાથી માનસિક શાંતિ મળશે. બદલાવ માટે તમારી જાતને તૈયાર કરો, તે ભવિષ્ય માટે જરૂરી હશે. કોઈનો સહયોગ માનસિક શાંતિ આપશે.

કરિયર: કાર્યસ્થળ પર કોઈ સહકર્મી સાથે વિવાદ થઈ શકે છે. ઉપરી અધિકારીઓની ટીકાથી નિરાશ ન થાઓ, આ શીખવાની તક રહેશે. નોકરી બદલવા કે નવી તકો શોધવાનો વિચાર આવી શકે છે. જે લોકો ક્રિએટિવ ફિલ્ડમાં છે, તેમણે પોતાની કાર્યશૈલીમાં ફેરફાર લાવવો પડશે.

લવ: કોઈ જૂનો વિવાદ ફરી સામે આવી શકે છે. સિંગલ લોકો કોઈ વ્યક્તિને ભૂલી જવાનો પ્રયાસ કરશે. પરિણીત લોકોએ પરસ્પર સમજણ અને ધીરજથી કામ લેવું પડશે. સંવાદનો અભાવ સંબંધમાં અંતર વધારી શકે છે.

સ્વાસ્થ્ય: નકારાત્મક વિચારોથી માનસિક અશાંતિ અનુભવાશે. ગરદનમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. ભાવનાત્મક અસંતુલનથી ઉર્જાનું સ્તર પ્રભાવિત થઈ શકે છે. ધ્યાન અને પ્રાણાયામથી રાહત મળશે. લકી કલર: ટીલ | લકી નંબર: 2 *** મીન Page of Cups સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ વધશે, જેનાથી નવી તકો અપનાવવાની ઈચ્છા થશે. ઘરમાં શુભ સમાચાર આવવાના સંકેત છે. વિતેલા સમયની મહેનતનું સારું પરિણામ મળશે. પોતાના સ્વજનો સાથે યાદગાર પળો વિતાવવાની તક મળશે. નવી શરૂઆત માટે આ યોગ્ય સમય હોઈ શકે છે. મિત્ર સાથેની મુલાકાત સુખદ અનુભવ આપશે.

કરિયર: જે લોકો પ્રોપર્ટી, કન્સ્ટ્રક્શન અથવા ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે, તેમના માટે સારો સમય રહેશે. સહકર્મીઓ સાથેના સંબંધો મધુર બનશે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે અનુકૂળ દિવસ છે.

લવ: સંબંધમાં સ્થિરતા અને વિશ્વાસ અનુભવાશે. સિંગલ લોકો કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાવાની તક મેળવી શકે છે. લગ્ન જીવનમાં ખુશીઓની લહેર રહેશે. જો સંબંધમાં કોઈ ગેરસમજ હતી, તો તે હવે દૂર થશે.

સ્વાસ્થ્ય: માનસિક રીતે શાંતિ જળવાઈ રહેશે, પરંતુ આરામના અભાવે બેચેની થઈ શકે છે. ખાનપાન સંતુલિત રાખો, પેટને લગતી તકલીફ થઈ શકે છે. વ્યાયામ અને ધ્યાન કરવાથી તણાવ દૂર થશે. સારી ઊંઘથી તાજગી અનુભવશો.

લકી કલર: ગ્રે | લકી નંબર: 4