Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોવિડ-19 મહામારી દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયેલા MSME સેક્ટરનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે. દેશના MSME સેક્ટરની એનપીએ સપ્ટેમ્બર, 2022 સુધીમાં ઘટીને 12.5 ટકા નોંધાઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન એટલે કે સપ્ટેમ્બર, 2021 દરમિયાન 13.9 ટકા હતી. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઉચ્ચ ક્રેડિટ ગ્રોથ છતાં પણ એનપીએમાં ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાન્સયુનિયન સિબિલના રિપોર્ટ અનુસાર લોન રિન્યુઅલને બાદ કરતાં એકંદરે વિતરણ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 24 ટકા વધ્યું હતું, જેમાં રૂ.1 કરોડનું એક્સપોઝર ધરાવતા માઇક્રો ઇન્ડસ્ટ્રી સેગમેન્ટમાં 54 ટકા હતું.


લઘુ ઉદ્યોગો માટે લોનનું કદ વધીને 34 ટકા અને નાના ઉદ્યોગો માટે તે 4 ટકા વધ્યું હતું. CIC અનુસાર એમએસએમઇ સેક્ટરમાં રોજગારી સર્જન અને જીડીપીમાં યોગદાન માટે ધિરાણની માંગ ખૂબ જ અનિવાર્ય છે. MSME સેક્ટર માટે ધિરાણની વધુ માંગ જોવા મળી હતી. કોમર્શિયલ ક્રેડિટની પૂછપરછના હિસાબે MSME લોનની માંગ કોવિડ મહામારીના સમયગાળા કરતાં 1.7 ગણી વધી છે. ધિરાણદારોએ સપ્ટેમ્બર, 2022 સુધીમાં એમએસએમઇ સેક્ટરને રૂ.22.9 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું હતું, જેમાં 10.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો.