વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ - વોટર હાર્વેસ્ટિંગ કરવા અને જળ સ્તર વધારવા- માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રયત્નશીલ છે. તાજેતરમાં કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલ દ્વારા પણ "કેચ ધ રેઈન’ વરસાદી પાણીનો સમગ્ર કરવા માટે જન ઉપયોગી અભિયાન છેડવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના નાનકડા એવા ગામમાં વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ માટે એક નવ નિર્મિત ડેમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. જેમાં વરસાદના નવા નીરનાં આગમનને મંત્રી કુંવરજી બાવળીયા સહિતના ગ્રામજનો અને આગેવાનોએ વધાવ્યું હતું . આ ડેમથી આસપાસની જમીન તો ફળદ્રુપ બનશે જ અને સાથે લોકોને ફરવા માટે એક પર્યટન સ્થળ પણ મળશે.
સોમ પીપળીયા ગામે નાની સિંચાઈ યોજના અન્વયે રૂ.5 કરોડના ખર્ચે નવનિર્મિત પાનીયા ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, મામલતદાર આર.કે પંચાલ, ગામના સરપંચ અશોકભાઇ એમ. ચાંવ, અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.