આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે ફરજીયાતપણે લીંક કરવાની સરકારની જાહેરાત બાદ ભારે અફરાતફડી સાથે દોડધામ મચી ગઇ છે પરંતુ લીંક કરતા સમયે જો નામના સ્પેલીંગ અથવા એકપણ ભૂલ થઇ તો અરજદારના પૈસા રૂ. એક હજાર રીફંડ મળતા નથી.
આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરવા દોડધામ
પાનકાર્ડ અને આધારકાર્ડ બન્નેનું એક સાથે જોડાણ કરવાની સરકારની જાહેરાત કરવામાં આવ્યાબાદ આ બન્ને દસ્તાવેજો લીંકઅપ કરવા માટે સાયબર કાફે અથવા તો ઓનલાઇન અરજ અહેવાલ કરી આપતા સર્વીસ પ્રોવાઇડરોને ત્યાં ભારે ભીડ જામી રહી છે. આ બન્ને ઓળખના પુરાવાઓનું એકસાથે જોડાણ ફરજીયાતતો કરવામાં આવ્યું પરંતુ ઈન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર અરજી કરતા સમયે અરજદારને રૂપીયા એક હજાર ફી સરકારમાં જમાં કરાવવાની હોય છે.
નામ કે કોઇ પણ ભૂલ થશે તો 1000 રિફંડ નહીં મળે
જો ઓનલાઇન અરજી કરતા સમયે આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અટકમાં સ્પેલીંગ ભુલ હોય તો ભરેલી ફીની રકમ પરત કરવામાં આવતી નથી ઓનલાઇન અરજીમાં સૌથી મોટી ક્ષતિ એ છે કે અરજદાર દ્વારા ફીના રૂ.1 હજાર કપાયા બાદ તમને સ્પેલીંગ મીસ્ટેક અંગેની જાણકારી આપવામાં આવે છે પણ પૈસા રીફંડ મળતા નથી.