Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુરુવાર એટલે કે માર્ચ 30ના રોજ ચૈત્રી નવરાત્રિની નોમ છે. આ દિવસે શ્રીરામનો પ્રગટ ઉત્સવ એટલે કે રામનવમી તરીકે પણ ઉજવવામાં આવે છે. નવરાત્રીના નવમી દિવસે દેવી દુર્ગાના નવમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા દેવી અને શ્રીરામના મંત્રોનો જાપ અને ધ્યાન કરવું જોઈએ.


ઉજ્જૈન જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ, નવરાત્રીના નવ દિવસ સુધી કરવામાં આવેલી પૂજા-અર્ચનાનું ફળ દેવી સિદ્ધિદાત્રી નોમની તિથિ પર આપે છે. નોમનાં દિવસે નાની કુમારિકાઓ ભોજન કરાવવવાની પણ પરંપરા છે. જમાડ્યા બાદ કન્યાઓની પૂજા કરવામાં આવે છે. છોકરીઓએ લાલ ચુનરી, દક્ષિણા આપવી જોઈએ આ સાથે જ શિક્ષણ સંબંધિત વસ્તુઓ દાન કરવું જોઈએ.

માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમનું વાહન સિંહ છે. માતા સિદ્ધિદાત્રીના ચાર હાથ છે. એક જમણા હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર છે. એક ડાબા હાથમાં કમળ છે અને બીજા હાથમાં શંખ છે.

આ રીતે કરી શકો છો સિદ્ધિદાત્રીની પૂજા
આ દિવસે સ્વરે જલ્દી જાગો. સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં પૂજા કરવાનો સંકલ્પ લો. દેવી દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા-અર્ચના કરો. સિદ્ધિદાત્રી દેવીનો પાણી અને પંચમૃતથી અભિષેક કરો. લાલ ચુનરી, બંગડીઓ, લાલ ફૂલો, કુમકુમ, સિંદૂર વગેરે જેવી વસ્તુઓ અર્પણ કરો. મોસમી ફળો, નાળિયેર, મીઠાઈઓનો ભોગ લગાવો. દેવી મંત્રોનો જાપ કરો અને ધ્યાન કરો.

'દું દુર્ગાયે નમઃ' મંત્રનો જાપ કરી શકે છે. રૂદ્રાક્ષની માળાની મદદથી મંત્રનો જાપ કરો. પૂજા કરનાર ભક્તે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું પડશે.જાપ કરવા માટે એક સ્થળ પસંદ કરો, જ્યાં શાંતિ અને શુદ્ધતા હોય.