Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સમયે બીજા દિવસના પ્રથમ સેશનની રમત ચાલી રહી છે અને ભારતે 7 વિકેટે 294 રન બનાવી લીધા છે. અશ્વિન અણનમ છે. કુલદીપ યાદવ તેને સપોર્ટ કરે છે.


શ્રેયસ ઐયર 86 રન બનાવીને આઉટ થયા હતા. તેને ઇબાદત હુસૈન દ્વારા બોલ્ડ કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે 3 વિકેટ લીધી હતી. મેહદી હસન મિરાજે 2 વિકેટ લીધી હતી. ઇબાદત હુસૈન અને ખાલિદ અહેમદને એક-એક વિકેટ મળી હતી.

બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. જેમાં પહેલો દિવસ પૂરો થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 48 રને 3 વિકેટ ગુમાવ્યા પછી પુજારા અને પંતે ટીમ ઈન્ડિયાની ઇનિંગને સંભાળી હતી. આ પછી રિષભ 46 રને આઉટ થઈ જતા ભારત ફરી મુશ્કેલીમાં મુકાયું હતું. જોકે ચેતેશ્વર પુજારા અને શ્રેયસ અય્યરે સંભાળપૂર્વક બેટિંગ કરીને ટીમને શાનદાર સ્થિતિમાં લાવી દીધી હતી. જોકે મોર્ડન ક્રિકેટના 'ધ વોલ ગણાતા' ચેતેશ્વરે શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તેઓ સદી ચૂકી ગયા હતા. તેમણે 203 બોલમાં 90 રન કર્યા હતા. જેમાં 11 ચોગ્ગા સામેલ છે. જ્યારે શ્રેયસ અય્યર 82 રને બેટિંગમાં છે. અય્યર અને પુજારા વચ્ચે 149 રનની પાર્ટનરશિપ થઈ હતી. દિવસના છેલ્લા બોલે અક્ષર પટેલ LBW આઉટ થયો હતો.