Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય સેનાની ભોજનની થાળીમાં આશરે 50 વર્ષ બાદ મોટા ફેરફાર કરવાની તૈયારી કરાઇ છે. પહેલી એપ્રિલથી તમામ યુનિટોમાં આની શરૂઆત થવા જઇ રહી છે. હાલ જવાનો અને અધિકારીઓની થાળીમાં બરછટ અનાજ (મિલેટ)નું પ્રમાણ 25 ટકા રહેશે. બાદમાં તેમાં ક્રમશ વધારો કરવાની પણ યોજના છે. સેનાનાં આદેશ મુજબ, બાજરી, જુવાર અને રાગીનાં ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. સારા પરિણામ મળ્યા બાદ અન્ય અનાજ પણ સામેલ કરવામાં આવશે.


હાલમાં થાળીમાં બાકી 75 ટકા પરંપરાગત અનાજ એટલે કે ઘઉં અને ચોખા રહેશે. સેનાનાં તમામ કાર્યક્રમ, મોટા ભોજન અને કેન્ટીનમાં બરછટ અનાજનો ઉપયોગ કરવો પડશે. છાવણી વિસ્તારમાં આવેલી કેન્ટીનોમાં આના માટે અલગ કાઉન્ટર રહેશે.સેનાનાં પ્રવકતા કર્નલ અમિતાભ શર્માએ કહ્યું હતું કે, જવાનો અને અધિકારીઓને પોતાના ઘરમાં પણ બરછટ અનાજનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન અપાશે. સેના બાદ અર્ધલશ્કરી દળોમાં પણ આ વ્યવસ્થા અમલી કરાશે.

ઘઉં કરતા વધુ પૌષ્ટિક: ડાયટિશિયન દિવ્યા બાવાનાં કહેવા મુજબ બરછટ અનાજમાં ભરપૂર મિલરલ્સ હોય છે. આનાથી પાચન ક્રિયા મજબૂત બને છે. નિયમિત ઉપયોગથી શુગર કાબુમાં રહે છે. મહત્તમ અને લઘુતમ તાપમાનનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે.