વેબ 3.0 ક્ષેત્રે નવા યુગ, ક્લાઇમેટ અંગે સાવચેતીભર્યા અભિગમને આગળ ધપાવવા માટે ડિજિટલ એસેટ ઓનરશીપમાં ઇકોલોજીકલ રીતે સંચાલિત અભિગમને પરિણામે કાર્બન ક્રેડિટ રિવોર્ડ્સનો ઉદ્ભવ થયો છે, જે ક્લાઇમેટ અંગે સાવચેતી, એનવાયર્નમેન્ટ ફ્રેન્ડ્લી રોકાણો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
વૈશ્વિક સ્તરે કાર્બન ક્રેડિટનો મુદ્દે સરકાર અને કોર્પોરેટ સેક્ટર સજાગ બન્યા છે ત્યારે આ સેગમેન્ટમાં થતા રોકાણમાં રોકાણકર્તા, કોર્પોરેટ સેક્ટરને સારો ફાયદો મળી શકે છે તે અનુસંધાને એક્સચેન્જો પર ટોકન સ્વરૂપે ખરીદ-વેચાણ થઇ રહ્યું છે. આ મુદ્દે સીટીપીએલના ફાઉન્ડર શૈલેન્દ્ર સિંઘ રાવે જણાવ્યું કે ઇન્ટરનેટના ડિજિટાઇઝ્ડ, ડિસેન્ટ્રલાઇઝ્ડ અને ડેમોક્રેટાઇઝ્ડ વર્ઝન સાથે ક્રેડ્યુસ ખાતે કીચી જેવા ટોકનની રજૂઆતની જરૂરિયાતને સમજીએ છીએ.
કીચી ટોકનથી રોકાણકાર ક્લાઇમેટ ચેન્જને અંકુશમાં રાખવામાં યોગદાન આપી શકે છે, તેમજ ભાવિ પેઢી માટે પર્યાવરણ ઉપર નોંધપાત્ર રીતે સકારાત્મક અસરનું સર્જન કરી શકે છે. દેશમાં કાર્બન ક્રેડિટ ઉત્સર્જન સાથે 2025 સુધીમાં નિકાસ 16000 કરોડ આંબશે. સસ્ટેનેબિલિટી ક્રેડિટને ટોકનાઇઝ કરવાનો તથા ગ્રીન-હાઉસ-ગેસ ઉત્સર્જન, સહકારના નિર્માણ, ટકાઉ અને સુરક્ષિત માહોલની દરેક માટે રચના કરવાનો આશય છે.
યુસીઆર દ્વારા અપાયેલી મંજૂરી મૂજબ પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દરેક પ્રવૃત્તિ માટે વ્યક્તિઓને કાર્બન ક્રેડિટ્સ અપાય છે. કીચી એક કાર્બન, હાઇડ્રો, એનર્જી અને એનવાયર્નમેન્ટ કાર્યક્ષમ ટોકન છે, જે એક એસેટ તરીકે કાર્બન ક્રેડિટ્સ દ્વારા સમર્થિત છે. તેની લોંચ કિંમત $0.90 છે કંપની આગામી ક્વાર્ટર સુધીમાં એક ટોકન $10ની કિંમતે વેચવાનું લક્ષ્ય ધરાવે છે.