શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને સારવાર માટે ગોત્રી દવાખાને લઇ જઇ રહ્યો હતો ત્યારે પાછળથી કાર લઇને આવેલી મહિલા ચાલકે થ્રી વ્હીલર મોપેડને અડફેટે લેતાં માતા અને પુત્ર મોપેડ પરથી ફંગોળાયાં હતાં. અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
અકસ્મમાત કરી હિલા કારચાલક ફરાર
ગોત્રી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કનુભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે. વુડાના મકાન,અટલાદરા)એ ફરિયાદ નોંધાવી હતી. કનુભાઈના ભાઈ રાજેશ ભાઈ (રહે. વુડાના મકાન,વાસણા-ભાયલી રોડ) દિવ્યાંગ છે અને તેમના થ્રીવ્હીલ મોપેડ પર માતા સવીતાબેન ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.65)ને લઇને સારવાર માટે ગોત્રી દવાખાને જઇ રહ્યા હતા ત્યારે નીલાંબર સર્કલ પાસે એક કારે રાજેશ પરમારના મોપેડને ટક્કર મારતાં તે માતા સાથે ફંગોળાયા હતા.તેમને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. તે પછી વધુ સારવાર માટે સવિતાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.