રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘણી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યાં છે. ડેઈલી મેલે એક ટેલિગ્રામ ચેનલના માધ્યમથી દાવો કર્યો હતો કે પુતિન તેમના સત્તાવાર નિવાસસ્થાને સીડી પરથી નીચે પડી ગયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીડીઓ પરથી નીચે પડતી વખતે તેમણે અનૈચ્છિક રીતે શૌચ પણ કરી દીધું. જનરલ SVR ચેનલ પહેલાંથી જ દાવો કરી રહી છે કે પુતિન કેન્સર સામે લડી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદથી 70 વર્ષીય રશિયન નેતાની તબિયત બગડી રહી છે.
હવે ચેનલે નવો દાવો કરતા કહ્યું કે 30 નવેમ્બરના રોજ બુધવારે સાંજે પોતાના નિવાસ્થાને તેઓ સીડી પરથી નીચે પડી ગયા. આ ઘટના મોસ્કોમાં સ્થિતિ નિવાસ્થાને બની હતી. જનરલ SVRએ યુદ્ધની શરૂઆતથી પુતિનના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ પોસ્ટ કર્યા છે, જો કે તેણે તેના દાવાઓ અથવા દાવાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા નથી. ચેનલે પુતિનના ગાર્ડ્સ સાથે કનેક્શનને ટાંકીને આ દાવો કર્યો છે.
રાષ્ટ્રપતિના ગાડ્સ સામે જ બની ઘટના
ચેનલના જણાવ્યા અનુસાર, આ ઘટના રાષ્ટ્રપતિના ગાડ્સ સામે બની હતી, ત્યાર બાદ તેમના ગાડ્સ તાત્કાલિક પુતિનની મદદ માટે દોડી ગયા. ત્રણ સુરક્ષા અધિકારીઓએ રાષ્ટ્રપતિને નજીકના સોફા પર લઈ જવામાં મદદ કરી અને ફરજ પરના ડોક્ટરોને બોલાવ્યા હતા. ચેનલે કહ્યું કે ડોકટરો થોડીવારમાં જ પહોંચી ગયા, પરંતુ તેઓ રાષ્ટ્રપતિની તપાસ કરી શક્યા નહીં. કારણ કે સીડી પરથી નીચે પડતી વખતે પુતિને શૌચ કર્યું હતું.