Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત રાજસ્થાન બોર્ડરના વાછોલ ગામમાં રાજસ્થાન સરકાર દ્વારા જમીન પર કબજો કરવાના ફરી એકવાર પ્રયાસ થતા હડકંપ મચ્યો છે. રાજસ્થાનમાં નલસે જલ યોજના હેઠળ ખેતર સુધી પાણી આપવાની યોજના છે. જેમાં સોમવારે ગુજરાતની જમીનમાંથી રાજસ્થાનના ખેતર સુધી પાઇપલાઇન નાખી દીધી હોવાની ઘટના બનતા વાછોલના જાગૃત સરપંચે પાઇપલાઇન કઢાવી દીધી હતી. ગત વર્ષે પણ રાજ. સરકારના અધિકારીઓએ ગુજરાતની સીમામાં વાછોલ ગામ હદ વિસ્તારમાં હદબાણ લગાવી દેવાયા હતા, સમગ્ર મામલાની તંત્રને જાણ છતાં કોઈ કાર્યવાહી હજુ કરવામાં આવી નથી.


રાજસ્થાન સરકાર દ્વારા જમીન પર કબજો કરવાના ફરી એકવાર પ્રયાસ
જાલોર જિલ્લાનું રાણીવાડા તાલુકાનું છેલ્લું ગામ બામણવાડા જે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાછોલ ગામની હદની બિલકુલ અડીને આવેલું છે. સોમવારે વાછોલ ગામના સરપંચને સરહદી વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતનો ફોન આવ્યો કે રાજસ્થાનનો કોન્ટ્રાક્ટર અહીં પાઇપલાઇન નાખવાની કામગીરી પંચાયતની ગૌચરની જમીનમાં કરી રહ્યો છે જેથી તરંત સરપંચ નરેશભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી અટકાવી પાણીની પાઇપલાઇન કઢાવી નાખી હતી. કોન્ટ્રાક્ટરને ઠપકો આપીને જણાવ્યું હતું કે તમારે ગુજરાતની હદમાં પાઇપલાઇન નાખવી નહીં.