Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડોદરાના પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગુણવત્તા વગરના ભોજનનો મામલે આજે હોબાળો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીઓએ મીડિયા સમક્ષ તેની વેદના વ્યક્ત કરી છે. વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું કે, ભોજનમાં કીડી, ધનેડાં, ઈયળ બ્રેડમાંથી કીડીઓ નીકળે છે. અમે કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરીએ તો યોગ્ય જવાબ આપતા નથી. આ ઉપરાંત રોટલી ખાઈ શકાય તેવી હોતી નથી. ઘણીવાર ફરિયાદો કરી છે પણ કોઈ એક્શન લેવાયા નથી, ત્યારે આજે આ મામલે ઇન્ચાર્જ ચીફ વોર્ડનને ઉગ્ર રજૂઆત કરી હતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

વડોદરા શહેર NSUI પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ભોજનમાં હલકી ગુણવત્તાનું અનાજ વપરાય છે. અવારનવાર ભોજનમાથી જીવજંતુ નીકળતા હોય છે. સાથે સાથે પાણીની પણ સમસ્યા છે. આજે અમે વોર્ડનને મળ્યા છે અને આવા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી છે. વિદ્યાર્થીઓ સાથેના આવા ચેડા NSUI ક્યારેય ચલાવી નહીં લે. આવનારા સમયમાં NSUI વિદ્યાર્થિની સાથે રહીને ઉગ્ર આંદોલન કરશે.