કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે પાનાનો પત્ર લખ્યો છે. જેમાં રાહુલ ગાંધીએ કાશ્મીરી પંડિતોની સમસ્યાઓ વિશે જણાવ્યું છે. તેમણે લખ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વચ્ચે કાશ્મીરી પંડિતોને ઘાટીમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમજ લેફ્ટનન્ટ ગવર્નર (મનોજ સિંહા)જી દ્વારા તેમના માટે 'ભિખારી' જેવા શબ્દોનો ઉપયોગ બેજવાબદારીભર્યો છે. તેમણે વડાપ્રધાનને કાશ્મીરી પંડિતોની ચિંતાઓને દૂર કરવા માટે યોગ્ય પગલાં ભરવાની અપીલ કરી હતી.
પ્રિય વડાપ્રધાનજી,
આશા છે કે તમે મજામા હશો. આ પત્ર દ્વારા હું કાશ્મીર ખીણમાંથી વિસ્થાપિત કાશ્મીરી પંડિત સમુદાયની દુર્દશા તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. આતંકવાદીઓ દ્વારા હાલના સમયમાં કાશ્મીરી પંડિતો અને અન્યોની ટાર્ગેટેડ હત્યાઓના કારણે ઘાટીમાં ભય અને નિરાશાનું વાતાવરણ સર્જાયું છે.
વડાપ્રધાન, સમગ્ર ભારતને પ્રેમ અને એકતાના દોરમાં જોડવા માટે ચાલી રહેલી ભારત જોડો યાત્રાના જમ્મુ તબક્કામાં કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ મને મળ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે સરકારી અધિકારીઓ તેને કાશ્મીર ઘાટીમાં કામ પર પાછા જવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે.
આ સંજોગોમાં, સુરક્ષા અને સલામતીની કોઈ ખાતરી વિના તેમને ઘાટીમાં કામ પર જવા માટે મજબુર કરવા એ એક ક્રૂર પગલું છે. જ્યાં સુધી સ્થિતિ સુધરે અને સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર આ કાશ્મીરી પંડિત કર્મચારીઓ પાસેથી અન્ય વહીવટી અને જાહેર કાર્યોમાં સેવાઓ લઈ શકે છે.
જ્યારે કાશ્મીરી પંડિતો, તેમની સુરક્ષા અને પરિવારની ચિંતાઓ માટે વિનંતી કરી રહ્યા છે, ત્યારે આજે સરકાર પાસેથી સહાનુભૂતિ અને સ્નેહની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર (મનોજ સિંહા) તેમના માટે 'ભિખારી' જેવા શબ્દોનો ઉપયોગ કરવો તે બેજવાબદાર છે. વડાપ્રધાન, તમે કદાચ સ્થાનિક વહીવટની આ અસંવેદનશીલ શૈલીથી પરિચિત નહીં હોવ.
મેં કાશ્મીરી પંડિત ભાઈ-બહેનોને વિશ્વાસ આપ્યો છે કે તેમની ચિંતાઓ અને માંગોને તમારા સુધી પહોંચાડવાના પ્રયાસ કરીશ. મને આશા છે કે આ માહિતી મળતા જ તમ આ બાબતે યોગ્ય પગલા ભરશો.
માતા ખીર ભવાનીની કૃપા તમારા પર બની રહે. આભાર, રાહુલ ગાંધી.