અનિયમિત ઊંઘથી લોકોનો આહાર બિનઆરોગ્યપ્રદ બને છે અને બીમારીનું જોખમ વધારે છે. એક અભ્યાસ પ્રમાણે સૂવાની આદતમાં થોડો પણ ફેરફાર આપણા પેટમાં હાજર બેક્ટેરિયામાં એવો બદલાવ લાવે છે જે સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા. આ કારણે જ નિયમિત ઊંઘ પર ભાર આપવામાં આવે છે. કિંગ્સ કોલેજ લંડનના વિજ્ઞાનીઓ દ્વારા 1000 પુખ્ત વયના લોકો પર કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે અઠવાડિયા દરમિયાન ઊંઘમાં 80 મિનિટનો પણ ફેર માણસના પેટમાં હાજર બેક્ટેરિયાના પ્રકારને અસર કરી શકે છે. સપ્તાહાંતની સરખામણીએ અઠવાડિયાના બાકીના દિવસોમાં જુદા-જુદા સમયે સૂવા અને જાગવાને વિશેષ ‘જેટલેગ’ નામ આપવામાં આવ્યું છે.
સ્ટડી સાથે જોડાયેલા પોષણ વિજ્ઞાની બર્મિંઘમનું કહેવું છે કે સોશિયલ જેટલેગ આવા બેક્ટેરિયાને પ્રોત્સાહિત કરી શકે છે જેની સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે શું સોશિયલ જેટલેગવાળા લોકોનો આહાર એટલો પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક નથી હોતો. આ લોકોમાં બેક્ટેરિયાની જોવા મળેલી 6 પ્રજાતિઓમાંથી 3 ખરાબ આહાર, સ્થૂળતા અને બર્ન્સ અને સ્ટ્રોકના જોખમ સાથે સંકળાયેલી છે. અભ્યાસમાં સામે આવ્યું કે પૂરતી ઊંઘ ન થવાથી પસંદ અસરગ્રસ્ત થાય છે અને લોકોમાં વધુ કાર્બોહાઇડ્રેટ્સ કે જંક ફૂડ ખાવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે.