બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી છે. ભારતીય સમય અનુસાર સવારે 7:30 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. 8મી જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીઓ આ ચૂંટણીનો બહિષ્કાર કરી રહી છે. તેમની આગેવાની સૌથી મોટી વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) કરે છે. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષ અવામી લીગની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
ખરેખરમાં વિપક્ષના આરોપ છે કે પીએમ હસીનાના નેતૃત્વમાં નિષ્પક્ષ ચૂંટણી નહીં થાય. તેમની માંગ છે કે શેખ હસીનાએ તેમના પદ પરથી હટી જવું જોઈએ અને પછી કેયરટેકર સરકારના નેતૃત્વમાં ચૂંટણી યોજવી જોઈએ. પીએમ હસીનાએ આ માંગને ફગાવી દીધી છે. આવી સ્થિતિમાં, આ ચૂંટણીઓમાં બેલેટ પેપર પર અવામી લીગના ઉમેદવારો, તેમના સાથી પક્ષના ઉમેદવારો અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડનારાઓના નામ જ લખવામાં આવશે.