દેશમાં રોજગારીને લઇને સકારાત્મક ચિત્ર જોવા મળી રહ્યું છે. દર 10માંથી 7 કંપનીઓ જુલાઇ-ડિસેમ્બરના છ મહિનાના સમયગાળામાં એપ્રેન્ટિસની ભરતી કરવાની યોજના ધરાવે છે.
ટીમ લીઝ ડિગ્રી એપ્રેન્ટિસશીપના નેટ એપ્રેન્ટિસશિપ આઉટલુક અનુસાર વર્ષના પહેલા છ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી જૂનની વચ્ચે 45% કંપનીઓ એપ્રેન્ટિસની ભરતી માટે યોજના ધરાવતી હતી.
ગત વર્ષના બીજા છ મહિના કરતા ટ્રેન્ડ 38 ટકા વધુ છે. ટીમ લીઝના સરવેમાં સામેલ 24માંથી 12ના એપ્રેન્ટિસની ભરત માટેના આઉટલુકમાં 10%થી વધુ વધારો થયો.