ક્રિપ્ટો કરન્સીને જેટલી સુરક્ષિત જણાવાઈ રહી હતી તે એટલી સુરક્ષિત દેખાતી નથી. હેકર્સ માટે તે લૂંટનો સરળ માર્ગ બની ગઈ છે. ગત થોડાક સમયથી ક્રિપ્ટો કરન્સી હેકર્સના નિશાને છે અને દર વર્ષે ડિજિટલ કરન્સીની લૂંટનો નવો રેકોર્ડ સર્જી રહી છે.
ચાલુ વર્ષે ક્રિપ્ટોની લૂંટનો નવો રેકોર્ડ સર્જાઈ શકે છે. ઓક્ટોબરમાં હેકરોએ 6 હજાર કરોડ રૂપિયાનું ક્રિપ્ટો હેકિંગ કર્યું અને વર્ષના અંત સુધીમાં આ આંકડો 3 અબજ ડૉલર(2.47 લાખ કરોડ રૂપિયા)થી વધુ આગળ નીકળી શકે તેવું અનુમાન છે. આ ક્રિપ્ટો લૂંટનો નવો રેકોર્ડ હશે.
ક્રિપ્ટો હેકર્સ મોટા ભાગે ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ કે ડેફી પ્રોટોકોલને ટાર્ગેટ કરે છે. આ પ્રોટોકોલ ડિજિટલ એકાઉન્ટમાં ક્રિપ્ટો રોકાણકારોની ટ્રેડ, ઉધાર, અને લોનની લેવડ-દેવડના કોઈ સેન્ટ્રલ ઈન્ટરમીડિયરીનો ઉપયોગ કરવાની જગ્યાએ સોફ્ટવેર આધારિત અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. હેકરોએ તેની નબળાઈ પકડી લીધી છે અને ડેફી માર્કેટપ્લેસના સ્ટ્રક્ચરને સરળતાથી તેઓ ડીકૉડ કરી લે છે.
સોફ્ટવેર કંપની ચેન એનાલિસિસ અનુસાર 2022માં હેકિંગ પ્રવૃત્તિઓ માટે ઓક્ટોબરનો મહિનો સૌથી મોટો સાબિત થયો છે. તાજેતરના દિવસોમાં બે સૌથી મોટી ક્રિપ્ટો લૂંટમાં ડેફી સર્વિસ મેન્ગોના ટોકનની કિંમતમાં હેરફેર કરીને લગભગ 823 કરોડ રૂપિયાની લૂંટ સામેલ છે.આ પ્રકારની લૂંટને કારણે ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થવા લાગ્યા છે.