ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માત્ર 22 દિવસ દૂર છે. 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી 16 ટીમો તેમાં ઉતરશે, જે 45 મેચ રમશે. 16 માંથી 15 દેશની ટીમ જાહેર થઈ ચૂકી છે. તેમાંથી 8 મોટી ટીમના કોમ્બિનેશનને જોતા યજમાન ઓસ્ટ્રેલિયા ટાઈટલનું પ્રબળ દાવેદાર રહેશે. ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રિકા પણ રેસમાં છે. ભારત દર વખતે ફેવરિટ રહે છે પણ અંતે પાછળ રહી જાય છે.
ટોપ ઓર્ડરમાં રોહિત-રાહુલ, કોહલી જેવા અનુભવી ખેલાડી. સૂર્યાની તાકાત અને હાર્દિકની સ્ટ્રાઈકિંગ ક્ષમતાથી આશા છે, દિનેશ કાર્તિકને અંતિમ 3 ઓવર્સમાં તક આપી શકાય છે.
બોલિંગ હાલ અસ્ત-વ્યસ્ત છે. ભુવી ખર્ચાળ બન્યો, જ્યારે બુમરાહ-હર્ષલ ઈજા બાદ કમબેક કરી રહ્યાં છે. ચહલ પણ ફોર્મમાં નથી, અશ્વિનની અવગણના થઈ રહી છે.
અન્ય ટીમ કરતા ભારત પાસે ઓછા વિકલ્પ. હાર્દિક બાદ અક્ષર આંશિક વિકલ્પ. હુડ્ડા બોલિંગ કરી શકે છે, અશ્વિન બેટિંગ પણ કરી શકે છે.